નોકરી કરનારાઓ માટે મોટી ખબર, જાણો 2023માં ભારતીય કંપનીઓ કેટલી વધારશે સેલરી

PC: sodexo.in

પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરનારા લોકો માટે સારી ખબર છે. હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતીય કંપનીઓ આ વર્ષે સેલરીમાં સરેરાશ 9.8 ટકાનો વધારો કરી શકે છે. આ ગયા વર્ષે 2022માં 9.4 ટકાની વૃદ્ધિથી થોડો વધારે છે. કોર્ન ફેરીના નવીનતમ સર્વે પ્રમાણે ટોચની પ્રતિભાઓ માટે આ વેતન વૃદ્ધિ ઘણી વધારે કહેવાશે. કંપનીઓ અલગ અલગ પ્રતિભા પ્રબંધન પગલાંઓ અને ક્ષતિપૂર્તિ યોજનાઓના માધ્યમથી મહત્વપૂર્ણ અને પ્રમુખ પ્રતિભાઓને બનાવી રાખવા પર ધ્યાન આપી રહી છે. સર્વેમાં લગભગ 800000થી વધારે કર્મચારીઓવાળી 818 કંપનીઓને સામેલ કરવામાં આવી છે.

આ સર્વેના રિઝલ્ટ પ્રમાણે, 2023માં ભારતમાં વેતનમાં 9.8 ટકાની વૃદ્ધિનું અનુમાન છે. મહામારીથી પ્રભાવિત વર્ષ 2020માં વેતન વૃદ્ધ 6.8 ટકાથી પણ ઓછો રહ્યો હતો. પરંતુ હાલની વૃદ્ધિનો દર મજબૂત અને સારી સ્થિતિને દર્શાવે છે. ભારતના વધી રહેલા ડિજીટલ ક્ષમતા નિર્માણ પર ધ્યાન આપવાના કારણે સર્વેમાં જીવન વિજ્ઞાન અને સ્વાસ્થ્ય દેખભાળ અને ઉચ્ચ મેનેજમેન્ટ ક્ષેત્રમાં ક્રમશઃ 10.2 અને 10.4 ટકા સુધીની વૃદ્ધિનો નુમાન લગાવવામાં આવ્યો છે.

કોર્ન ફેરીના અધ્યક્ષ અને ક્ષેત્રીય પ્રબંધ નિર્દેશક નવનીત સિંહે કહ્યું છે કે, દુનિયાભરમાં મંદી અને આર્થિક નરમીની ચર્ચાઓ ચાલી રહી છે, તેવામાં ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં જીડીપી રેટ છ ટકાના દરેથી આગળ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સિંહે આગળ કહ્યું છે કે પ્રમુખ પ્રતિભાઓ માટે વેતન વૃદ્ધિ 15 ટકાથી 30 ટકા સુધી પહોંચી શકે છે. કેટલાંક અન્ય ક્ષેત્રો માટે આ વેતન વૃદ્ધિ-સેવા ક્ષેત્ર માટે 9.8 ટકા, વાહન માટે 9 ટકા, રસાયણ માટે 9.6 ટકા, ઉપભોક્તા સામાન માટે 9.8 ટકા અને રિટેલ સેક્ટરમાં 9 ટકા રહેવાનો અનુમાન છે.

ચીન કરતા પણ ભારતમાં આ વર્ષે વેતનમાં વધારો થવાનો છે. આ વર્ષે ચીનમાં 6 ટકા, હોંગકોંગમાં 4 ટકા અને સિંગાપોરમાં 4 ટકાના વેતન વધારાની આશા કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારીના કારણે ચીન અત્યાર સુધીના તેના આર્થિક વેપારના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. દેશનો GDP ગ્રોથ પણ ધાર્યા કરતો ઘણો ઓછો જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp