સુલતાનપુરમાં રેલ અકસ્માત, 2 માલગાડીઓની ટક્કર, ટ્રેક પરથી ઉતર્યા 6 ડબ્બા

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં ગુરુવારે સવારે એક મોટો રેલ અકસ્માત થઇ ગયો છે. જંક્શન પાસે 2 માલગાડીઓ સામસામે ટકરાઇ ગઇ, જેમાં માલગાડીના લોકો પાયલટ ઇજાગ્રસ્ત થઇ ગયા છે. આ અકસ્માતમાં માલગાડીના 6 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા છે, ત્યારબાદ આખો રેલ ટ્રેક બાધિત થઇ ગયો છે. આ ઘટનાથી લખનૌ-વારાણસી રુટ પૂરી રીતે ઠપ્પ થઇ ગયો છે. આ બાબતે લોકો રેલવેની બેદરકારી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

રિપોર્ટ મુજબ, સુલ્તાનપુર જંક્શનના દક્ષિણી કેબિન પાસે એક જ ટ્રેક પર બે માલગાડીઓ આવવાથી આ અકસ્માત થઇ ગયો. નસીબની વાત રહી કે, આ અકસ્માતમાં કોઇનું મોત થયું નથી. જો આ માલગાડીની જગ્યાએ મુસાફર ટ્રેન સાથે થયો હોત તો મોટો અકસ્માત હોય શકતો હોત. હાલમાં રેલવેના મોટા અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ ચૂક્યા છે અન ટ્રેકને ક્લિયર કરાવવાનું કામ ચાલુ છે.

આ ઘટના સુલ્તાનપુર જંક્શનના દક્ષિણી કેબિન પાસે સવારે 5:30 વાગ્યે થઇ. આ ઘટનાથી રેલવે વિભાગમાં અફરાતફરીનો માહોલ છે. અકસ્માત બાદ બંને માલગાડીઓના એન્જિન ક્ષતિગ્રસ્ત થઇ ગયા છે, સાથે જ એક માલગાડીના 6 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા છે. સુલ્તાનપુરમાં માલગાડી વચ્ચે અકસ્માત થઇ ગયા બાદ પ્રયાગરાજ આવનારી સરયૂ એક્સપ્રેસ અને ફૈઝાબાદ પેસેન્જર કેન્સલ કરી દેવામાં આવી છે. ફૈઝાબાદ પેસેન્જરની 300 કરતા વધુ ટિકિટ વેચાઇ હતી, બધા મુસાફરોના ટિકિટના પૈસા પરત કરી દેવામાં આવ્યા છે.

આજે અયોધ્યા જનારી બંને ટ્રેનો ફૈઝાબાદ પેસેન્જર અને સરયૂ એક્સપ્રેસનું સંચાલન અપ અને ડાઉન લાઇન બંને લાઇન પર નહીં થાય. ફૈઝાબાદ પેસેન્જર સવારે 6:30 વાગ્યે પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશન પરથી ઉપડે છે અને રાત્રે 10:40 વાગ્યે પરત આવે છે, જ્યારે સરયૂ એક્સપ્રેસ સવારે 8:50 વાગ્યે પ્રયાગરાજ સંગમ પહોંચે છે અને અહીંથી સાંજે 6:20 વાગ્યે રવાના થાય છે. આજે મનવર એક્સપ્રેસ ચાલતી નથી, તેના કારણે આ ટ્રેન પર અકસ્માતની અસર ન પડી.

આ અગાઉ 2 ફેબ્રુઆરી 2023ના રોજ બિહારના બેતિયામાં એક મોટો રેલ અકસ્માત થઇ ગયો હતો. ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થતા માંડ માંડ બચી ગઇ હતી. એવી જાણકારી મળી હતી કે નારકટિયાગંજ રેલખંડ પર બેતિયા મઝોલિયા સ્ટેશન નજીક અપ સત્યાગ્રહ એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન અને ડબ્બા અલગ અલગ થઇ ગયા, જેથી ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઇ હતી. તો 2 જાન્યુઆરીના રોજ રાજસ્થાન પાલી પાસે સૂર્યનગરી એક્સપ્રેસના 11 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. ઘટના જોધપુર પેટાવિભાગના રજકિયાવાસ-બોમદરા ખંડ વચ્ચે સવારે 3:27 વાગ્યે થઇ હતી. ટ્રેન બાંદ્રા ટર્મિનસથી ઉપડીને જોધપુર જઇ રહી હતી. ઉત્તર પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે કોઇ જાનહાનિ થવાના સમાચાર નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp