સફાઇ કામદાર પતિના આરોપો પર ક્લાસ વન ઓફિસર પત્નીના પિતાએ કર્યો મોટો ખુલાસો

ઉત્તર પ્રદેશના બરેલીના SDM જ્યોતિ મૌર્ય અને આલોક મૌર્યના લગ્નનો વિવાદ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યોતિ મૌર્ય પર તેના પતિ આલોકે સંબંધોમાં બેવફાઇ કરવાનો આરોપ લગાવ્યો છે. આલોક મૌર્યનું કહેવું છે કે, તેણે જ્યોતિના PCS બનવામાં પૂરો સહયોગ કર્યો હતો. તેમના અભ્યાસથી લઈને ઘરના કામકાજ સુધી, દરેક વસ્તુમાં તેમનું સમર્થન કર્યું, પરંતુ જ્યારે તેઓ PCS ક્વાલિફાઈ કરીને SDM બની ગયા તો તેમણે તેની સાથે બેવફાઇ કરી દીધી.
આલોક મૌર્યનો આરોપ છે કે, જ્યોતિનું કોઈ બીજા અધિકારી સાથે અફેર ચાલી રહ્યું છે અને જ્યારે તેમને રંગે હાથ પકડી લીધી તો તેની વિરુદ્ધ કરિયાવર અત્યાચારની ફરિયાદ નોંધાવી દેવામાં આવી. સાથે જ SDM જ્યોતિ મૌર્યએ તેની સાથે સંબંધો તોડી લીધા. આલોક મૌર્યના આ આરોપો બાદ SDM જ્યોતિ મૌર્યના પિતા પારસનાથ મૌર્યનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ બાબતે ખુલાસો કરતા આલોક મૌર્ય પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. પારસનાથ મૌર્યએ એક ટી.વી. ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જ્યોતિના લગ્ન દરમિયાન આલોકના પરિવાર તરફથી જે જાણકારી આપવામાં આવી હતી, તેમાં આલોક મૌર્ય ગ્રામ પંચાયત અધિકારી હોવાનું જણાવ્યું હતું.
ये हैं sdm ज्योति मौर्या। इनके मुँह से टपकती मीठी बांतें pic.twitter.com/OF0VrCHS1m
— I.khan S.P.(प्रदेश सचिव अल्पसंख्यक सभा) (@islamkhan919) July 1, 2023
લગ્નના કાર્ડમાં પણ વર પક્ષ તરફથી VDO છપાવવામાં આવ્યું હતું, પરંતુ આજે તે આખા દેશ સામે કહી રહ્યો છે કે તે ફોર્થ ક્લાસ કર્મચારી એટલે કે સફાઇ કર્મચારી છે. આ લોકોએ અમને ખોટું કહ્યું. લગ્ન દરમિયાન કરવામાં આવેલી બધી વાતો ખોટી હતી. આલોક મૌર્ય ક્યારેય અધિકારી નહોતો. પારસનાથ મૌર્યએ જણાવ્યું કે, આલોકના પરિવારે ખોટું બોલીને અમારી સાથે સંબંધો જોડ્યા હતા. પારસનાથ મૌર્યને જ્યારે પૂછવામાં આવ્યું કે, આલોક સફાઇ કર્મચારી છે આ કારણે સંબંધ તોડવામાં આવી રહ્યા છે? તો તેમણે કહ્યું કે, જ્યારે લગ્ન જ અસત્યની બુનિયાદ પર કરવામાં આવ્યા તો શું એવા વ્યક્તિ સાથે સંબંધ નિભાવી શકાય છે?
હાલમાં જ SDM જ્યોતિ મૌર્યનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં જ્યોતિ પોતાના પતિ આલોક સાથે ગાળાગાળી કરતા નજરે પડી રહ્યા છે. વાયરલ વીડિયોમાં IAS અધિકારી ખૂબ આક્રમક નજરે પડી રહી છે, જ્યારે વીડિયોમાં બંને વાતચીત કરી રહ્યા હોય છે તો એ દરમિયાન જ SDM તેના પતિના માતા-પિતા વિરુદ્ધ અપશબ્દોનો પ્રયોગ કરે છે. જ્યારે આલોક શાંતિથી જવાબ આપતો નજરે પડે છે. વાયરલ વીડિયોમાં SDM કહે છે કે તારા માતા-પિતા સફાઇકર્મી છે, કોઈ કામના નથી, મારો એક જમીંદાર પરિવાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp