મહારાષ્ટ્રની પેટાચૂંટણીમાં કોંગ્રેસની મોટી જીત, ત્રણ દાયકા પછી BJPના ગઢમાં ગાબડુ

PC: livehindustan.com

ત્રિપુરા સહિત ત્રણ રાજ્યોની ચૂંટણીમાં પરાજય પામેલી કોંગ્રેસને મહારાષ્ટ્રમાંથી સારા સમાચાર મળ્યા છે. પુણેની કસ્બા પેઠ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધાંગેકરનો વિજય થયો છે. તેમણે BJPના હેમંત રસાનેને હરાવ્યા છે. આ બેઠક પર BJPના ધારાસભ્ય મુક્તા તિલકના અવસાનના કારણે પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠકની જીત સાથે કોંગ્રેસે ત્રણ દાયકા પછી BJPના ગઢમાં ગાબડું પાડ્યું છે. અહીં BJPના ધારાસભ્ય જ વિજેતા થતા આવ્યા હતા. આ સિવાય તે સ્થાનિક સંસ્થાઓમાં પણ મજબૂત રહી છે. મહાવિકાસ અઘાડીના સંયુક્ત ઉમેદવાર રવીન્દ્ર ધાંગેકરને 72,000 મત મળ્યા, જ્યારે BJPના હેમંતને માત્ર 61,000 મત મળ્યા.

આ રીતે કોંગ્રેસના ઉમેદવાર 11000 મતોથી જીત્યા. બીજી તરફ પુણે જિલ્લાની જ ચિંચવાડ સીટ પર BJPને સફળતા મળતી જોવા મળી રહી છે. અહીં BJPના અશ્વિની જગતાપને 18મા રાઉન્ડની મતગણતરી સુધી 64,000 વોટ મળ્યા છે, જ્યારે NCPના ઉમેદવાર નાના કેટને અત્યાર સુધી માત્ર 49,000 વોટ મળ્યા છે. કસ્બા પેઠ બેઠક પર કોંગ્રેસની જીત ખુબ મહત્વ ધરાવે છે. અહીં 1975થી અત્યાર સુધી કોંગ્રેસ માત્ર બે વખત જ જીતી શકી છે. ધાનગેકરે જીત બાદ કહ્યું કે, આ તે લોકોની જીત છે જેમણે મને મત આપ્યો છે. લડાઈ મસલ પાવર, પૈસા અને સામાન્ય નાગરિકોના વોટ વચ્ચે હતી.

BJPના ઉમેદવાર હેમંત રાસણેએ પોતાની હાર સ્વીકારી લીધી છે. તેમનો સીધો મુકાબલો BJP અને કોંગ્રેસ વચ્ચે હતો. એક ઉમેદવાર તરીકે, હું વિચાર કરીશ કે, ક્યાં ભૂલ થઈ છે. જે પણ ભૂલો થઈ હશે, તેને સુધારી લેવામાં આવશે. BJPની હારને લઈને ઘણી વાતો કહેવામાં આવી રહી છે. મુક્તા તિલકના અવસાન બાદ એવું પણ કહેવાય છે કે, તિલક પરિવારના કોઈ સભ્યને ટિકિટ ન આપવાને કારણે બ્રાહ્મણ સમુદાય નારાજ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં વિકાસના કામોનો અભાવ પણ તેનું કારણ હોવાનું માનવામાં આવે છે.

કસ્બા અને ચિંચવડ વિધાનસભા બેઠકો પુણે જિલ્લામાં આવે છે, જ્યાં BJP પરંપરાગત રીતે મજબૂત છે અને કોંગ્રેસને પણ સારો લોક આવકાર છે. આ બંને બેઠકો પર અગાઉ BJPના ધારાસભ્યો હતા અને પેટાચૂંટણી માટે અહીં 26 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. કસ્બા પેઠમાં BJP ધારાસભ્ય મુક્તા તિલક અને ચિંચવડમાં લક્ષ્મણ જગતાપના મૃત્યુને કારણે પેટાચૂંટણી કરાવવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં BJP અને CM એકનાથ શિંદેની સરકાર બન્યા બાદ આ પ્રથમ મહત્વપૂર્ણ ચૂંટણી છે. આવી સ્થિતિમાં BJP કે અન્ય કોઈની જીત મહત્વની રહેશે. અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કર્યો હતો અને BJP સાથે મળીને સરકાર બનાવી હતી. આ પેટાચૂંટણીઓમાં પણ કોંગ્રેસ, NCP અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથે સાથે મળીને ચૂંટણી લડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp