5 લાખ મહેમાન, 4 લાખ કિલો ભોજન, રાજસ્થાનમાં સૌથી મોટા લગ્ન

PC: patrika.com

રાજસ્થાનમાં અત્યારે સુધીનો સૌથી મોટો સમૂહ લગ્ન થવા જઇ રહ્યો છે. આ લગ્નની તૈયારીઓ લગભગ એક મહિનાથી ચાલી રહી છે અને શુક્રવારે 26 મેના રોજ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. બાંરા શહેરમાં યોજાનાર આ કાર્યક્રમ માટે પાંચ દિવસથી ભઠ્ઠીઓ ચાલી રહી છે અને મીઠાઈ અને નાસ્તો સતત બનાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં લગભગ પાંચ લાખ મહેમાનો આવવાની આશા છે. તે મુજબ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમનું આયોજન સર્વધર્મ નિશુલ્ક લગ્ન સંમેલન નામે કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં 2200 યુગલોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સમૂહ લગ્ન સંમેલનનું કામ જોઈ રહેલા મીડિયા ઈન્ચાર્જ મનોજ જૈન આદિનાથે જણાવ્યું કે આખી ટીમ કામમાં લાગેલી છે. એક મહિનાથી કામગીરી ચાલી રહી છે. પાંચ દિવસ માટે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં આવનારા લોકો માટે લગભગ 4 લાખ કિલો ખાદ્ય સામગ્રી બનાવવામાં આવી રહી છે.

જેમાં 800 ક્વિન્ટલ બુંદી, 800 ક્વિન્ટલ ચણાના લોટની મીઠાઈઓ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત 350 ક્વિન્ટલ નાસ્તો પણ તૈયાર કરવામાં આવ્યો છે.આ સાથે 500 ક્વિન્ટલ કેરીનું અથાણું બનાવવામાં આવી રહી છે. લગભગ 1500 ક્વિન્ટલ પુરીઓ અને શાક બનાવવાના છે, જે આજે સાંજથી શરૂ થશે. 26ના રોજ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી ભોજન રાખવામાં આવ્યું છે.

ભોજનમાં લોકોને બુંદી, ચણાના લોટની મીઠાઈ, નમકીન, કઢી અને પુરી પીરસવામાં આવશે જેને લીધે  પ્રતિ વ્યક્તિ લગભગ 150 રૂપિયા ખર્ચ થશે. લગ્ન માટે બનાવેલ 800 ક્વિન્ટલ બુંદી રાખવા માટે ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રોલીમાં પ્લાસ્ટીકનું કવર નાખીને બુંદી રાખવામાં આવી છે, જે રીતે ચણાના લોટની મીઠાઈઓ પણ સંગ્રહિત કરવામાં આવી છે, તે જ રીતે નમકીનને પણ મોટા પોલીથીનના પેકેટમાં પેક કરવામાં આવી છે.

આટલી મોટા આયોજનમાં રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશથી પણ હલવાઇઓને બોલાવવામાં આવ્યા છે. આયોજક સમિતિના સભ્ય શેખર કુમારે જણાવ્યું કે સામાન માટે મોટા સપ્લાયરોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. એકલા કરિયાણાની કિંમત રૂ. 4 કરોડથી વધુ છે. મહારાષ્ટ્રની સુગર મિલમાંથી 300 ક્વિન્ટલ ખાંડની સીધી ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત ફંક્શન માટે 1000 ક્વિન્ટલ લોટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

1250 ટીન દેશી ઘી અને 2500 ટીન સીંગતેલના ડબ્બાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. હલવાઈ સહિત ઘણા લોકો માટે રોજિંદા ખોરાક તૈયાર કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં દરરોજ સવાર-સાંજ લગભગ 2000 કર્મચારીઓ ભોજન લઈ રહ્યા છે. ખાણ અને ગૌપાલન મંત્રી પ્રમોદ જૈન ભાયાએ કહ્યું કે લોકોને ભોજન પીરસવા માટે 32 પંડાલ બનાવવામાં આવ્યા છે. દરેક રસોડાની સામે બે પંડાલ છે. જેમાં ભોજન પીરસવામાં આવશે.

એક પંડાલ 300 ફૂટનો છે, જેમાં એક સમયે લગભગ 50 હજાર લોકો બેસીને ભોજન કરી શકશે. લગભગ 6400 વ્યક્તિઓ ભોજન પીરસવા માટે ઉપલબ્ધ રહેશે. પાણીની વ્યવસ્થા માટે તમામ લોકોને ભોજનની સાથે બોટલ પણ આપવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર કેમ્પસમાં પાણીની વ્યવસ્થા માટે પાઈપલાઈન નાખવામાં આવી છે, લગભગ 17 કિલોમીટરની પાઈપલાઈન છે. 30 જેટલી જગ્યાએ પીવાના પાણી માટે નિયત જગ્યાઓ બનાવવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમમાં લગભગ એક કરોડ લીટર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp