મંત્રી તેજ પ્રતાપ યાદવે અટલ પાર્કનું નામ બદલીને આવું કરી દીધું, ભાજપ ગરમ
બિહાર સરકારમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તેજ પ્રતાપ યાદવે પટનાના અટલ બિહારી વાજપેયી પાર્કનું નામ બદલી દીધું છે. હવે આ પાર્કને કોકોનટ પાર્કના નામથી ઓળખવામાં આવશે. કંકડબાગમાં સ્થિત આ પાર્કનું નામ પહેલા કોકોનટ પાર્ક જ હતું. વર્ષ 2018માં તેનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર કરવામાં આવ્યું હતું. હવે તેજ પ્રતાપે તેનું બામ બદલીને કોકોનટ પાર્ક કરવાની જાહેરાત કરી છે. પાર્કનું નામ બદલવાને લઈને હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ નીતિશ સરકાર પર પ્રહાર કર્યો છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અરવિંદ કુમાર સિંહે કહ્યું કે, ‘વર્ષ 2018માં આ પાર્કનું નામ કોકોનટ પાર્કથી બદલીને અટલ બિહારી પાર્ક કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તેજ પ્રતાપ યાદવે ફરી એક વખત તેનું નામ કોકોનટ પાર્ક કરી દીધું છે. એક તરફ તો નીતિશ કુમાર અટલજીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરે છે અને બીજી તરફ તેજ પ્રતાપ યાદવે પાર્કનું નામ બદલી દીધું છે. તે બેરંગી સરકાર છે. ભાજપ તેનો વિરોધ કરે છે અને માગ કરે છે કે આ પાર્કનું નામ ન બદલવામાં આવે.
જો કે, અટલ બિહારી વાજપેયી પાર્કનું નામ બદલીને ભલે કોકોનટ પાર્ક કરી દેવામાં આવ્યું છે, પરંતુ પાર્કમાં અટક બિહારી બાજપેઈનું બોર્ડ અત્યારે પણ પાર્ક બહાર લાગેલું છે અને વાજપેયીજીની મૂર્તિ પણ પાર્કની અંદર લાગેલી છે અને આ બંને સાથે કોઈ પણ છેડછાડ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, હાલના દિવસોમાં તેજ પ્રતાપ યાદવે ઘણા પાર્કોનું ઉદ્વઘાટન કર્યું છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે રાજધાનીમાં એક પણ પાર્ક બનાવવામાં આવ્યો નથી, પરંતુ તમામ જૂના પાર્કોને રંગકામ કરાવીને જ તેનું ઉદ્વઘાટન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે સ્થાનિક લોકોમાં પણ નારાજગી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે, તેજ પ્રતાપ યાદવ માત્ર શીલાપટ્ટ લગાવી રહ્યા છે. પાર્કોનું ઉદ્વઘાટન કરી રહ્યા છે. વાહવાહી હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બધા પાર્ક પહેલાથી જ ઉપસ્થિત છે. માત્ર રંગકામ કરીને છોડ રોપીને તેજ પ્રતાપ યાદવ પાર્કોનું બસ ઉદ્વઘાટન કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp