આ કારણે બિહારના CM નીતીશ કુમારે તેમના જ મંત્રીનું ગળુ પકડી લીધું, જુઓ Video
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના જ મંત્રી અશોક ચૌધરીનું ગળુ પકડીને એક પત્રકારના માથા સાથે અથડાવતા નજર આવી રહ્યા છે. પહેલી નજરમાં જેણે પણ આ વીડિયો જોયો, તેઓ ચોંકી ગયા કે મુખ્યમંત્રીએ આવું શા માટે કર્યું. નીતીશ કુમારની નજર ચાંલ્લો કરેલા એક પત્રકાર પર પડી તો તેમણે પાછળ ફરી જોયું અને અશોક ચૌધરીને પોતાની પાસે બોલાવ્યા અને તેમનું ગળુ પકડીને પત્રકારની પાસે લઇ ગયા. નીતીશ કુમારની આ હરકત જોઇ બધા આશ્ચર્યમાં પડી ગયા. આ ઘટના પટનાના ગાંધી મેદાનની છે.
મોરીશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ શિવસાગર રામગુલામની જયંતી છે. આ અવસરે ગાંધી મેદાનમાં તેમની પ્રતિમા પર માળા અર્પણ કરવા નીતીશ કુમાર પોતાના મંત્રીઓ સાથે પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના ડેપ્યુટી સીએમ તેજસ્વી પ્રસાદ, મંત્રી વિજય કુમાર ચૌધરી અને અશોક ચૌધરી પણ હતા. મુખ્યમંત્રીની બાઈટ લેવા માટે ત્યાં પત્રકારોનો જમાવડો હતો.
મીડિયા સાથે વાતચીત કરવા નીતીશ કુમાર ત્યાં પહોંચ્યા. આ સમયે તેમની નજર માથા પર ચાંલ્લો લગાવેલા એક પત્રકાર પર પડી. જેવી તેમની નજર એ પત્રકાર પર પડી, તો તેમણે પાછળ ફરી મંત્રી અશોક ચૌધરીને બોલાવ્યા. જેવા અશોક ચૌધરી ત્યાં પહોંચ્યા, નીતીશ કુમારે તેમનું ગળુ પકડી લીધુ અને તેને ખેંચતા અશોક ચૌધરીને તે પત્રકાર પાસે લઇ ગયા. પછી પત્રકારનું માથુ પોતાના મંત્રીના માથા સાથે લગાવ્યું.
#Watch : बिहार के मुख्यमंत्री नीतीश कुमार पत्रकारों के साथ बातचीत के दौरान अपने मंत्री अशोक चौधरी की गर्दन पकड़ ली। वहां मौजूद जिसने भी इसे देखा कुछ देर के लिए हैरान हो उठा। #NitishKumar #Bihar pic.twitter.com/rPdFIRv1uA
— Hindustan (@Live_Hindustan) September 18, 2023
અચાનક બનેલી આ ઘટનાને જોઇ બધા આશ્ચર્યમાં પડી ગયા. કોઇને કશુ સમજાયું નહીં કે મુખ્યમંત્રીએ પોતાના મંત્રી સાથે આવું શા માટે કર્યું. ત્યાર બાદ નીતીશ કુમારે કહ્યું કે, બંને પૂજારી છે. ત્યારે લોકોનું ધ્યાન પત્રકારના માથા પર ગયું તે તેણે ચાંલ્લો લગાવ્યો હતો. નીતીશ કુમારના મંત્રી અશોક કુમાર પણ માથા પર ચાંલ્લો લગાવી જ બહાર નીકળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp