સરકારી ઇજનેરને ત્યાં દરોડા, 80 લાખ રોકડા, 78 લાખના દાગીના, 2 ટ્રોલી બેગમાં કેશ

PC: indiatvnews.com

સર્વેલન્સ ટીમે બિહાર સ્ટેટ બ્રિજ કોર્પોરેશન વિભાગના કાર્યકારી ઈજનેર શ્રીકાંત શર્માના ઘરે દરોડો પાડ્યો હતો. 10 સભ્યોની વિજિલન્સ ટીમમાં DSP રેન્કના બે અધિકારીઓ છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રીકાંત શર્માના ઘરેથી મોટી રકમ રોકડ, ઘરેણાં અને બેનામી સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા છે. બે ટ્રોલી બેગમાં 500-500ના બંડલો ભરેલા હતા.તગડો સરકાર પગાર અને લાભો મળવા છતા અધિકારીઓ લાખો કરોડો રૂપિયા ભેગા કરવાથી અચકાતા નથી.

ભાગલપુરના જોકસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હનુમાન નગર કોલોનીમાં રહેતા પુલ નિર્માણ નિગમના એક્ઝિક્યુટીવ શ્રીકાંત શર્માના ઘરે વિજિલન્સની ટીમે 26 જુલાઇએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન જ્યારે  શ્રીકાંત શર્માને સંપત્તિ વિશે પુછવામાં આવ્યું તો તેણે કશું પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. એ પછી વિજિલન્સ ટીમે આવક કરતા વધારે સંપત્તિ રાખવાના કેસમાં શ્રીકાંતની ધરપકડ કરી છે.

વિજિલન્સની ટીમે શ્રીકાંત શર્માના ઘરે દરાડો પાડીને 80 લાખ રૂપિયા રોકડા, 78 લાખ રૂપિયાના ઘરેણા, 3 કિલો ચાંદી અને જમીન, વિમા સહિતના અનેક દસ્તાવેજો જપ્ત કર્યા છે. અધિકારીઓએ શ્રીકાંતના  ATM કાર્ડ પણ જપ્ત કર્યા છે. જાણવા મળેલી વિગત મુજબ કેટલાંક દસ્તાવેજો શ્રીકાંતની પત્નીના નામ પર પણ છે.

વિજિલન્સની ટીમ અત્યારે તો શ્રીકાંત શર્માની સંપત્તિ, આવક અને અન્ય દસ્તાવેજોની તપાસ કરી રહી છે. આ મામલે  વિજિલન્સના DSP સંજય જયસ્વાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પુલ નિર્માણ નિગમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રીકાંત પાસે આવક કરતા વધારે સંપત્તિ છે એવી અમને માહિતી મળી હતી. આ વિશે શ્રીકાંત શર્માને નોટિસ પણ આપવામાં આવી હતી. એ પછી વિજિલન્સની ટીમે શ્રીકાંતના ઘરે દરોડા પાડ્યા હતા, જ્યાંથી લાખો રૂપિયા રોકડા, ઘરેણાં,જમીનના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. શ્રીકાંત શર્માની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીકાંત શર્મા પ્રોજેક્ટ એન્જિનિયર રહી ચૂક્યો છે. તે બિહારમાં બનેલી ભોલાનાથ ફ્લાયઓવર કન્સ્ટ્રક્શન ટીમમાં પણ સામેલ હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર શ્રીકાંત શર્માએ લાંચના પૈસાથી ઘણી પ્રોપર્ટી બનાવી છે. હાલમાં આ તમામ બાબતો તપાસમાં બહાર આવવાની બાકી છે.

દેશમાં આવા અનેક શ્રીકાંત શર્મા પડેલા છે જે તગડો પગાર લેવા છતા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આ તો વિજિલન્સને આટલા રૂપિયા મળ્યા, બાકી આ અધિકારીએ છુપાવીને રાખી હોય એવી તો કેટલી પ્રોપર્ટી હશે. સરકારી તિજોરીના રૂપિયા ચાઉં કરી જતા આવા અધિકારીઓ સામે સરકારે સખત એક્શન લેવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp