બિહારમાં 2 મંદિરોમાં લગાવી આગ, કિશનગંજમાં તણાવ, પ્રશાસને સંભાળ્યો મોરચો

PC: prabhatkhabar.com

બિહારના કિશનગંજથી મોટા સમાચાર મળી રાય છે. અસામાજિક તત્વોએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. જિલ્લામાં 2 મંદિરોમાં આગ લગાવી દેવામાં આવી છે. ઘટનાને લઈને ખૂબ તણાવ છે. વહેલી સવારથી જ પ્રશાસન અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર કેમ્પ કરી રહી છે. ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા લોકોએ હોબાળો શરૂ કરી દીધો છે. રિપોર્ટ્સ મુજબ, મસ્તાન ચોક પાસે સ્થિત 2 મંદિરોમાં આગ લગાવવામાં આવી છે. ઘટના સવારે લગભગ 3:00 વાગ્યાની બતાવવામાં આવી રહી છે.

સૂચના મળતા જ જિલ્લા પ્રશાસન અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળ પર ભેગી થયેલી ભીડ આરોપીઓની ધરપકડની માગ કરી રહી છે. પ્રશાસન પાસે વહેલી તકે મંદિરને સારું કરાવવાની માગ કરવામાં આવી રહી છે. ઘટનાના વિરોધમાં બહાદુર ગંજ મુખ્ય માર્ગને લોકોએ જામ કરી દીધો હતો. આ ઘટના પર પ્રશાસન શાંત છે. અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. રવિવારે સવારે જ કિશનગંજના બહાદૂર રોડમાં મસ્તાન ચોક નજીક ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવાની જાણકારી મળતા લોકો ગુસ્સે ભરાઈ ગયા.

ધાર્મિક સ્થળમાં આગ લાગવાની જાણકારી મળતા જ સેકડો લોકો ભેગા થઈ ગયા તેમજ વિરોધમાં લોકોએ કિશનગંજ રોડને જામ કરી દીધો. ઘટનાની જાણકારી પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરવા લાગ્યા. પોલીસે પણ ઘટનસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરીને સખત કાર્યવાહીનો ભરોસો આપ્યો.

લોકોની માગ પર નિર્માણ માટે તાત્કાલિક ઈંટ અને અન્ય સામગ્રી પાડવામાં આવી. જેથી જામ હટાવી શકાયું. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ હજુ તણાવ યથાવત છે. ભારે સંખ્યામાં પોલીસ બળ અલગ પોઈન્ટ પર મેજિસ્ટ્રેટ સાથે તૈનાત કરવામાં આવ્યું છે. લોકો આરોપીઓની 24 કલાકમાં ધરપકડ અને પ્રશાસનની દેખરેખમાં સરકારી ખર્ચ પર મંદિરના નિર્માણ અને CCTV કેમેરા અને લાઇટ લગાવવાની માગ કરતા રહ્યા. ત્યારબાદ કોઈક રીતે લોકોને સમજાવીને 10 વાગ્યા સુધી કામ સમાપ્ત કરવામાં આવ્યું.

થોડા દિવસ અગાઉ ઉત્તર પ્રદેશમાં પણ એવી જ એક ઘટના સામે આવી હતી. બલિયા જિલ્લાના ચિતબડાગાંવ પોલીસ સ્ટેશન ક્ષેત્રના મિર્ચી ખુર્દ ગામમાં સંત રવિદાસ મંદિરમાં આગ લગાવવાની ઘટના સામે આવી હતી. પોલીસે આ કેસમાં 5 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો હતો. તેમાંથી 2ને કસ્ટડીમાં પણ લઈ લેવામાં આવ્યા હતા. ઉપ-જિલ્લાધિકારી સદર પ્રશાંત નાયકે જણાવ્યું હતું કે ચિતબડાગાંવ પોલીસ સ્ટેશન ક્ષેત્રના મિર્ચી ખુર્દ ગામમાં સંત રવિદાસની મૂર્તિ રાખી હતી. રાતના સમયે એ મુરી અને છપ્પરને સળગાવી દેવામાં આવી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp