માતા-પિતાએ જ 2 દીકરીઓને ઉતારી મોતને ઘાટ, પોલીસ સામે રડતા-રડતા જણાવ્યું આ કારણ

PC: jagran.com

બિહારના વૈશાલી જિલ્લામાં ઓનર કિલિંગની એક ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક માતા-પિતાએ જ પોતાની બે દીકરીઓની હત્યા કરી દીધી છે. ઘટના સરાય પોલીસ સ્ટેશન ક્ષેત્રના મણિ ભકુરહર ગામની છે. ઘટનાની જાણકારી મળતા જ આખા વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. લોકોએ ઇમરજન્સીમાં પોલીસને તેની બાબતે જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે, આરોપીઓની ઓળખ નરેશ ભગત અને રિન્કુ દેવીના રૂપમાં થઈ છે.

તેમણે પોતાની 18 વર્ષીય દીકરી રોશની અને 16 વર્ષીય પુત્રી અનુ કુમારીનું ગળું દબાવીને હત્યા કરી દીધી છે. આ ઘટનામાં અત્યારે તપાસ ચાલી રહી છે. ડબલ મર્ડર કેસની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને બંને શબોને કબજામાં લઈ લીધા. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી આપી. ઘટના બાદ આરોપી પિતા ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો, પરંતુ પોલીસે માતાને કસ્ટડીમાં લઈ લીધી છે. તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી પિતા પશ્ચિમ બંગાળના કોલકાતામાં રહે છે. રજા હોય ત્યારે ક્યારેક ક્યારેક ઘરે આવે છે. પોલીસે તેની શોધખોળ કરવા ઘણી જગ્યાએ જાળ બિછાવી રાખી છે. તેની સાથે જ ટીમ બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી માતાની પોલીસે જેવી જ પૂછપરછ શરૂ કરી, તેને પોતાનો ગુનો કબૂલી લીધો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેણે કહ્યું કે, તેની બંને દીકરીઓ વારંવાર ઘરથી ભાગી જતી હતી. તેનાથી સમજમાં તેમની ખૂબ બદનામી થતી હતી.

તેણે કહ્યું કે, બંનેએ મળીને ઘણી વખત પોતાની દીકરીઓને સમજાવી, પરંતુ તેમના વિચાર ન બદલાય. તેનાથી તંગ આવીને તેમણે બંનેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. પોલીસ સ્ટેશનના અધ્યક્ષે જણાવ્યું કે, પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આખી ઘટના ઓનર કલિંગની છે. કેસની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, છોકરીઓની હત્યામાં મોટા સિવાય બીજા લોકો પણ સામેલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp