CMના નિવેદનનો વિરોધ કરતી રહી BJP, વિધાનસભામાં બિલ મંજૂર થઈ ગયું, હવે 75% અનામત

PC: indianexpress.com

બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે તાજેતરમાં વિધાનસભામાં સેક્સ અંગે વિવાદિત નિવેદન આપતા ભાજપે આખા દેશમાં વિરોધ શરૂ કર્યું છે, બીજી તરફ બિહાર વિધાનસભામાં 75 ટકા અનામત વાળું બિલ વિના વિરોધે મંજૂર કરી દેવામાં આવ્યું હતું.

બિહારની નીતિશ સરકારે આજે વિધાનસભામાં અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ બિલ મુજબ હવે બિહારમાં પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 65 ટકાઅનામતની જોગવાઈ છે. હાલમાં બિહારમાં આ વર્ગોને 50 ટકા અનામત મળે છે. જાતિની વસ્તી ગણતરીનો અહેવાલ રજૂ કર્યા પછી, CM નીતિશ કુમારે રાજ્યમાં 65 ટકા અનામતની જાહેરાત કરી હતી.

બિહારમાં અત્યારે અનામતની સીમા 50 ટકા છે. EWSને 10 ટકા અનામત અલગથી મળે છે. પરંતુ નિતિશ કુમારના પ્રસ્તાવથી અનામતની 50 ટકાની મર્યાદા તુટી ગઇ છે અને હવે બિહારમાં 65 ટકા અનામત મળશે. ઉપરાંત EWS માટે 10 ટકા અનામત રહેશે. મતલબ કે બિહારમાં કુલ 75 ટકા અનામત મળશે.

બિહાર કેબિનેટે મંગળવારે જાતિ આધારિત અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવા માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી. અત્યાર સુધી પછાત અને અત્યંત પછાત વર્ગને 30 ટકા અનામત મળતું હતું, પરંતુ નવી મંજૂરી મળ્યા બાદ તેમને 43 ટકા અનામતનો લાભ મળશે. એ જ રીતે, અગાઉ અનુસૂચિત જાતિ વર્ગને 16 ટકા અનામત હતું, હવે તેમને 20 ટકા મળશે.અનુસૂચિત જાતિ માટે 1 ટકા અનામત હતું, હવે તેમને 2 ટકા અનામત મળશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્રારા આર્થિક રીતે નબળા સામાન્ય ગરીબ વર્ગ (EWS)ને 10 ટકા અનામતની સાથે કુલ 75 ટકા અનામતને મંજૂરી મળી ગઇ છે.

તાજેતરમાં જ બિહારમાં જાતિ ગણતરીના પરિણામો આવ્યા હતા. બિહાર સરકારે તેને વિધાનસભામાં પણ રજૂ કરી દીધા હતા. આ દરમિયાન નીતિશ કુમારે ગૃહમાં કહ્યું હતું કે જાતિ સર્વેક્ષણના અહેવાલને ધ્યાનમાં રાખીને, અન્ય પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ક્વોટા વધારવાની જરૂર છે. રાજ્યમાં વસ્તીના આધારે વર્ગો માટે અનામત વધારી શકાય છે.

નીતિશ કુમારે મંગળવારે વિધાનસભામાં વસ્તી નિયંત્રણ પર બોલી રહ્યા હતા અને આ દરમિયાન મહિલાઓ હતી

આ અંગે તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે છોકરી ભણશે તો વસ્તી નિયંત્રણમાં રહેશે. તેમના આ નિવેદનનો ભાજપે સખત વિરોધ કર્યો છે અને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp