ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર પ્રસાદની ધરપકડ, જાણો આખો મામલો

PC: insiderlive.in

બિહારના સાસારામમાં રામનવમીના દિવસે થયેલી હિંસાના મામલામાં રોહતાસ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં રોહતાસ પોલીસે BJPના પૂર્વ MLA જવાહર પ્રસાદની ધરપકડ કરી છે. શુક્રવારે રાત્રે પોલીસ જવાહર પ્રસાદના ઘરે પહોંચી અને ત્યારબાદ તેની ધરપકડ કરી. જવાહર પ્રસાદ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડીને પોલીસે કહ્યું કે, '28 એપ્રિલ સુધી પોલીસે 63 લોકોની ધરપકડ કરી છે અને 31 માર્ચે સાસારામ શહેરમાં થયેલા સાંપ્રદાયિક અશાંતિના સંબંધમાં બે આરોપીઓએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. 28 એપ્રિલની રાત્રે કોર્ટમાંથી મળેલા બિનજામીનપાત્ર વોરંટનો અમલ કરતી વખતે આ કેસના પ્રાથમિક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જવાહર પ્રસાદ, અસીમ નંદીનો સમાવેશ થાય છે. બંનેની ધરપકડ કર્યા બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

સાસારામ રમખાણોમાં BJPના પૂર્વ ધારાસભ્યની ધરપકડ પર બોલતા CM નીતિશ કુમારે કહ્યું કે, જો કોઈ દોષિત હશે તો તેની તપાસ થશે અને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, બિહારમાં બે જગ્યાએ થયેલા રમખાણો પર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. જે લોકો દોષિત હશે, તેઓ કોઈપણ પક્ષના હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

બિહાર પોલીસ દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે, શનિવારે આ સંબંધમાં 12 આરોપીઓ વિરુદ્ધ જાહેરાત પણ આપવામાં આવશે. જ્યારે બાકીના 38 આરોપીઓ કે, જેમના બિનજામીનપાત્ર વોરંટ કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, તેમની ધરપકડ માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, બિહારના નાલંદા અને સાસારામમાં રામ નવમી બાદ હિંસા ફાટી નીકળી હતી. નગર પોલીસ સ્ટેશન વિસ્તારના સહજલાલ પીર વિસ્તારમાં બંને પક્ષો વચ્ચે તણાવ બાદ પથ્થરમારો અને બોમ્બ ધડાકાની ઘટના સામે આવ્યા બાદ તણાવ ફેલાયો હતો.

સાસારામ અને બિહાર શરીફમાં રામ નવમીના દિવસે હિંસા ફાટી નીકળી હતી. આ પછી સાસારામમાં બોમ્બ વિસ્ફોટ અને અનેક રાઉન્ડ ફાયરિંગની ઘટનાઓ પણ બની હતી. બિહારશરીફ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે સાસારામમાં છ લોકો ઘાયલ થયા હતા. વીડિયો ફૂટેજના આધારે કાર્યવાહી કરીને નાલંદા પોલીસે 263 લોકોની ધરપકડ કરી હતી. બગડેલી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની સાથે સાથે કલમ 144 લગાવવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp