પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો પછી ખેડૂતોએ પોલીસની ગાડીઓને લગાવી આગ

PC: etvbharat.com

બિહારના બક્સરમાં પોલીસે ખેડૂતોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. ખેડૂતોએ ભારે પ્રદર્શન કર્યું અને બસોમાં આગ લગાવી દીધી. પોલીસની ગાડીઓ પણ આગને હવાલે કરી દીધી. ચૌસામાં એસજેવીએનના પાવર પ્લાન્ટ માટે જમીન અધિગ્રહિત કરવામાં આવી રહી છે. ખેડૂત વળતરને લઈને ઘણા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન પોલીસે અડધી રાત્રે ખેડૂતોના ઘરોમાં ઘૂસીને લાઠીચાર્જ કર્યો. ખેડૂતોને માર મારવામાં આવ્યો, ત્યારબાદ આજે ખેડૂતો ગુસ્સે થઈ ગયા હતા. પોલીસે ખેડૂતોને ખસેડી દીધા છે પરંતુ, માહોલ તણાવપૂર્ણ છે. ખેડૂતો બાદ પોલીસની બર્બરતાનો વીડિયો પણ છે, જેને લઈને તેઓ ઘણા સવાલ પણ પૂછી રહ્યા છે.

બક્સર જિલ્લામાં પોલીસનો અમાનવીય ચેહરો જોવા મળ્યો છે. અહીં રાત્રે 12 વાગ્યે ઘરમાં સૂઈ રહેલા ખેડૂતો પર પોલીસે બર્બરતાપૂર્વક લાઠી વરસાવી. તેનો વીડિયો ખેડૂતોના પરિવારજનોએ શેર કરીને પૂછ્યો કે, અપરાધીઓની સામે ઘૂંટણીયે પડનારી પોલીસે આખરે અમને આટલો બર્બરતાપૂર્વક શા માટે માર માર્યો? પોલીસની કાર્યવાહીએ ખેડૂતો ઉગ્ર થઈ ગયા અને તેમણે પોલીસની ગાડીઓમાં આગ લગાવી દીધી. ચૌસામાં એસજેવીએન દ્વારા પાવર પ્લાન્ટ માટે ખેડૂતોના ભૂમિ અધિગ્રહણ 2010-11 પહેલા જ કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ 2010-11ના સર્કલ રેટ અનુસાર વળતર મળ્યું. કંપનીએ 2022માં જમીન અધિગ્રહણ કરવાની કાર્યવાહી શરૂ કરી તો ખેડૂતો હવે વર્તમાન દર પ્રમાણે અધિગ્રહણ કરનારી જમીનના વળતરની માંગ રહી છે.

ખેડૂતોનો આરોપ છે કે, કંપની જુના દર પર જ વળતર આપીને જબરદસ્તી જમીન અધિગ્રહણ કરી રહી છે. તેના વિરોધમાં છેલ્લાં 2 મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેના પર પોલીસે રાત્રે ઘરમાં ઘૂસીને મહિલાઓ-પુરુષોની સાથે જ બાળકો પર બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો. તેના કારણે ખેડૂતો નારાજ થઈ ગયા અને પોલીસે સાથે તેમની હિંસક ઝડપ થઈ ગઈ, જેમા ઘણી ગાડીઓને આગના હવાલે કરી દેવામાં આવી. ચૌસામાં થર્મલ પાવર પ્લાન્ટ લગાવતા પહેલા જિલ્લાના ખેડૂતોને કંપનીએ વાયદો કર્યો હતો કે તે પોતાના સીએસઆર ફંડથી અહીં સ્કૂલ, હોટેલ અને રોજગારના અવસર પૂરા પાડશે, ચારેબાજુએ ખુશી હશે, નોકરીમાં સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. પરંતુ, જેવી ખેડૂતોએ એગ્રીમેન્ટ પર સાઈન કરી દીધી, ત્યારબાદ કંપની પોતાના વાયદાઓ પરથી પલટી ગઈ.

ખેડૂતોના ઘરમાં ઘૂસીને 12 વાગ્યે લાઠી વરસાવનારા મુફસ્સિલ પોલીસ સ્ટેશનના પોલીસ અમિત કુમારનું કહેવુ છે કે, એસજેવીએન પાવર પ્લાન્ટ દ્વારા જે-જે ખેડૂતો પર FIR દાખલ કરાવી હતી, તેમને પોલીસ રાત્રે પકડવા ગઈ હતી, પહેલા એ લોકોએ હુમલો કર્યો, ત્યારબાદ પોલીસે લાઠીઓ વરસાવી. જિલ્લાના મોટા પોલીસ અધિકારીથી લઈને પોલીસ અધિકારી સુધી ખેડૂતો પર હુમલો કરવાનો આરોપ લગાવીને માર મારવાની વાત કરી રહ્યા છે પરંતુ, એક CCTV ફુટેજે પોલીસના ચેહરાને બધાની સામે લાવી દીધો છે. તેમા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પોલીસ ખેડૂતના ઘરની બહાર પહેલાથી ઊભી છે અને દરવાજા બંધ છે. પોલીસને એ વાતનો ખ્યાલ પણ નહોતો કે ગ્રામીણ વિસ્તારના ખેડૂતોએ પણ પોતાને ત્યાં CCTV લગાવ્યા હશે. બક્સરની ઘટના પર BJPએ દુઃખ વ્યક્ત કર્યું છે. BJP પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, આ ખૂબ જ અત્યંત દુઃખદ છે કે બિહારની જનતા BJPને વોટ આપીને વિકાસ જોવા માંગે છે, તેઓ જંગલરાજ જોઈ રહ્યા છે, લાઠીચાર્જ આ વખતે ખેડૂતો પર થયો. અગાઉ વિદ્યાર્થીઓ પર થયો હતો, લાઠીચાર્જ માફિયાઓ પર નહીં પરંતુ વિદ્યાર્થીઓ અને ખેડૂતો પર થઈ રહ્યો છે અને આ બિહારમાં જંગલરાજનું પ્રમાણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp