SDPO સાહેબ માલિશ કરાવે અને કપડાં ધોવડાવે છે, SSPને પોલીસકર્મીઓએ કરી ફરિયાદ

PC: thequint.com

બિહાર પોલીસ હાલના દિવસોમાં ચર્ચામાં છે. પછી બે IPS અધિકારીઓ વચ્ચેનો વિવાદ હોય કે પછી SDPO વિરુદ્ધ ફરિયાદ. બિહાર પોલીસની પોલ પોતે પોલીસકર્મીઓએ ખોલી દીધી છે. ફૂલવારી શરીફના SDPO પર પોલીસકર્મીઓએ ગંભીર આરોપ લગાવ્યા છે. પોલીસકર્મીઓએ પટના SSPને પત્ર લખીને ફરિયાદ કરી છે અને ન્યાય અપાવવાની માગ કરી છે. ફૂલવારી શરીફમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ SSP પટનાને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, ફૂલવારી શરીફના SDPO તેમની પાસે પોતાના ખાનગી આવાસ પર માલિશ કરાવે છે અને પોતાના કપડાં ધોવાડે છે.

તેમનો એવો પણ આરોપ છે કે, ના પાડવા પર SDPOએ તેમની સાથે મારામારી કરી અને સસ્પેન્ડ કરવાની ધમકી આપી. આ ફરિયાદ 6 પુરુષ અને 4 મહિલા પોલીસકર્મીઓ તરફથી કરવામાં આવી છે. જો કે, કમ્પલેન લેટર પર માત્ર 7 પોલીસકર્મીઓની સહી છે. SSP પટનાને કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, 27 ઑગસ્ટ 2022ના રોજ વજ્ર અને કાયદો વ્યવસ્થા બનાવવા માટે અમારી ડ્યુટી ફૂલવારી શરીફમાં લાગી હતી, પરંતુ SDPO અમને બધા પુરુષ પોલીસકર્મીઓને પોતાના આવાસ પર બોલાવીને ખાનગી કામ કરાવે છે.

તેમણે કહ્યું કે, અમારી પાસે પગ દબાવે છે, કપડાં ધોવાડે છે. SDPOના અત્યાચારથી પોલીસકર્મી ખૂબ પરેશાન છે. તો કેટલાક પોલીસકર્મી ડિપ્રેશનના શિકાર થઈ ચૂક્યા છે. તેમણે કોઈ પ્રકારની અપ્રિય ઘટનાની પણ આશંકા વ્યક્ત કરી છે. પોલીસકર્મીઓએ પત્રમાં લખ્યું કે, મહોદય પેટાવિભાગ, પોલીસ અધિકારી, ફૂલવારી શરીફના આ પ્રકારે અમનવીય કૃત્યથી ખૂબ તંગ થઈ ચૂક્યા છીએ અને અમારા લોકોમાંથી એક-બે પોલીસકર્મી ડિપ્રેશનના શિકાર પણ થઈ ચૂક્યા છે, જેના કારણે કોઈ અપ્રિય ઘટના થવાની ના નહીં પાડી શકાય.’

તેની સાથે જ પોલીસકર્મીઓએ પત્રમાં લખ્યું કે, ક્યારેક ક્યારેક પેટાવિભાગના પોલીસકર્મી પોતાના આવાસ પર બોલાવવામાં આવે છે તો અમે લોકો તેમના અમાનવીય કૃત્યને યાદ કરીને ખૂબ ડરી જઈએ છીએ અને એ વિચારવા મજબૂર થઈ જઈએ છીએ કે કદાચ અમે લોકોએ પોલીસ પદ પર નિમણૂક થઈને મોટો ગુનો કરી દીધો છે. આ આખા પ્રકરણમાં પોલીસકર્મીઓએ SSP પાસે ન્યાયની માગ કરી છે. તેમણે SSP પાસે તપાસની માગ કરી છે. તેમણે કહ્યું કે, તેમની પાસે તેના પુરાવા છે. માગવામાં આવતા ઉપલબ્ધ કરાવીશું. પોલીસકર્મી તમારા જ અંગ છે. તમારા જ સહારે અમે લોકો કોઈ સંસ્થા કે કોઈ સ્થળ પર રાત-દિવસ ડર વિના નિર્ભય થઈને કર્તવ્યનું પાલન કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp