એક ઉંદરના કારણે રોકવી પડી સંપર્ક ક્રાંતિ ટ્રેન, જાણીને રહી જશો હેરાન

બિહારના દરભંગાથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક ઉંદરના કારણે દરભંગાથી નવી દિલ્હી જનારી સંપર્ક ક્રાંતિ ટ્રેનને રોકવી પડી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના છપરા રેલવે સ્ટેશનની છે. કેટલાક લોકોએ એક ડબ્બા નીચેથી ધુમાડો નીકળતો જોયો. ત્યારબાદ ટ્રેનમાં અફવા ફેલાઈ ગઈ કે આગ લાગી ગઈ. પછી શું હતું આખી ટ્રેનમાં હાહાકાર મચી ગયો. તેણે કેટલાક તાર કાપી નાખ્યા હતા, જેના કારણે શોર્ટ સર્કિટ થયું અને અંગારા નીકળવા લાગ્યા હતા. ટ્રેનને પૂરી રીતે ચેક કર્યા બાદ ફરી રવાના કરવામાં આવી.
વારાણસી રેલ મંડળના જનસંપર્ક અધિકારી અશોક કુમારે જણાવ્યું કે, 12565 બિહાર સંપર્ક ક્રાંતિ ટ્રેનના S4 ડબ્બા નીચે લાગેલા ઇલેક્ટ્રિક સર્કિટમાં ઉંદર ભરાઈ ગયું હતું. જેના કારણે શોર્ટ સર્કિટ થઈ ગયું હતું અને ડબ્બા નીચેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. મુસાફરને લાગ્યું કે, ટ્રેનમાં આગ લાગી ગઈ છે. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. બધા મુસાફરો એકદમ સુરક્ષિત છે અને ટ્રેનને પણ કોઈ નુકસાન થયું નથી. આ ઘટનાના સંબંધમાં કહેવામાં આવી રહ્યું છે કે, રવિવારે છપરા-સિવાન રેલખંડ પર કોપા સમ્હોતા અને દાઉદપુર વચ્ચે દરભંગાથી ઉપડીને નવી દિલ્હી જનારી ટ્રેન નંબર 12565 બિહાર સંપર્ક ક્રાંતિ કોચ નંબર S4માં શોર્ટ સર્કિટ થવાના કારણે કોચમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.
તેનાથી આખા ટ્રેનમાં હાહાકાર મચી ગયો. બધા પેસેન્જર ગાડી ઊભી રહેતા દરના કારણે આમ-તેમ ભગવા લાગ્યા. ગાડીના RPF એસ્કોર્ટ પાર્ટી અને સ્ટાફ દ્વારા મુસાફરોને સમજાવવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. આ ક્રમમાં 15 મિનિટ સુધી ટ્રેનનું પરિચાલન બંધ રહ્યું. સ્થિતિ સામાન્ય થયા બાદ ટ્રેન ચલાવવામાં આવી. શોર્ટ સર્કિટને લઈને જ્યારે અધિકારીઓ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, એક ઉંદર ઇલેક્ટ્રિક પેનલમાં ભરાઈ ગયું હતું, જેના કારણે ધુમાડો નીકળવા લાગ્યો અને એવી સ્થિતિ ઉત્પન્ન થઈ.
ઉલ્લેખનીય છે કે, દારૂબંદીવાળા બિહારમાં વર્ષ 2017થી ઉંદરો દ્વારા પોલીસ કસ્ટડીમાં રાખમાં આવલો 9 લાખ લીટર દારૂ પી જવાની ઘટના સામે આવી હતી. તપાસ દરમિયાન SSP મનુ મહારાજને લાગ્યું કે, જપ્ત થયેલા દારૂની માત્રા ઓછી થઈ રહી છે તો તેણે પોલીસ અધિકારીને પૂછ્યું કે દારૂ ઓછો કેમ થઈ રહ્યો છે? SSPના આ સવાલ બાદ પોલીસ અધિકારીએ જવાબ આપ્યો કે, સાહેબ એ તો ઉંદરો પી જાય છે. પોલીસ અધિકારીના આ જવાબ બાદ SSP મનુ મહારાજે તપાસના આદેશ આપ્યા હતા. એ સિવાય ઉંદરો દ્વારા ડેમને નબળો કરવાની ઘટના પણ સામે આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp