સરકારી શાળાના મીડ ડે મીલમાં મરેલો સાપ નિકળ્યો, 100 બાળકો બીમાર

PC: news18.com

સરકારી મધ્યાહન યોજના જાણે મજાક બની ગઇ હોય એવું લાગે છે. અનેક વખત એવા સમાચાર સામે આવે છે કે શાળાના મીડ ડે મીલમાં કીડા નિકળ્યા, વંદા નિકળ્યા કે ગરોળી  નિકળી, બિહારની એક સરકારી શાળામાં તો લાપરવાહીના પરકાષ્ઠા જોવા મળી છે. બિહારના અરરિયાની એક સરકારી શાળાના મધ્યાહન ભોજન યોજનામાં મરેલો સાપ નિકળતા હડકંપ મચી ગયો છે.જયાં સુધીમાં જમવામાં મરેલા સાપની જાણકારી સામે આવી ત્યા સુધીમાં 100 બાળકોએ ભોજન કરી લીધું હતું. ભોજનમાં સાપ નિકળ્યો હોવાની માહિતી મળતા વિદ્યાર્થીઓના માતા-પિતાઓ લાઠી ડંડા લઇને શાળાએ પહોંચ્યા હતા અને ભારે હંગામો મચાવી દીધો હતો. આખરે પોલીસ બોલાવવામાં આવી હતી. બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

બિહારના અરરિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં એક સાપ મળી આવ્યો છે. આ ખોરાક ખાવાને કારણે 100 જેટલા બાળકો બીમાર પડ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો તે વ્યક્ત પણ કરી રહ્યા છે.

આ મામલો અરરિયાના ફોર્બ્સગંજ બ્લોક વિસ્તારની અમૌના મિડલ સ્કૂલનો છે. અહીં એક NGO દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં એક સાપ જોવા મળ્યો હતો. આ ખોરાક ખાધા પછી ડઝનબંધ શાળાના વિદ્યાર્થીઓ બીમાર પડ્યા. આ પછી, શાળાના બાળકોને ફોર્બ્સગંજ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તબીબોની ટીમે બાળકોની સારવાર કરી હતી અને હાલ બાળકો સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની જાણકારી મળ્યા બાદ જિલ્લાના તમામ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને બાળકો અને પરિવાર સાથે વાતચીત કરી હતી. આ ઘટના વિશે અરરિયાના SDMએ કહ્યું હતું કે, બધા બાળકો સુરક્ષિત અને સ્વસ્થ છે. ખાવામાં સાપ નિકળવાને કારણે થોડી અફડાતફડી મચી ગઇ હતી, પરંતુ હવે કોઇ પરેશાની નથી. તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાથી વાલીઓમાં ભારે આક્રોશ છે અને શાળા સંચાલકો સામે પગલાં લેવાની વાત કરી છે. શાળામાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે તે સારી વાત છે, પરંતુ કોઇ પણ લાપરવાહી બાળકોના જીવને જોખમ ઉભી કરી શકે એટલે લાપરવાહી કોઇ પણ સજોગોમાં ચલાવી લેવી ન જોઇએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp