ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા બાગેશ્વર ધામ નીકળેલો યુવક ગુમ, પોલીસ શોધમાં લાગ

PC: newstrack.com

દરભંગા જિલ્લાના બહેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો એક યુવક લલન કુમાર 4 ફેબ્રુઆરીના રોજ બાગેશ્વર ધામ જવા માટે નીકળ્યો હતો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે બાગેશ્વર ધામ પહોંચ્યા બાદ લલન કુમારે તેની પત્ની સાથે વાત કરી હતી, પરંતુ 6 ફેબ્રુઆરીથી લલનનો મોબાઈલ સ્વીચ ઓફ બતાવતો હતો. ત્યાર પછી તે ક્યાં છે તેની કોઈ ખબર લગાવી શકાય નથી. યુવકના પરિજનોએ દરભંગા SPને આ બાબતની જાણ કરી હતી. સિટી SP સાગર કુમારે તરત જ મધ્યપ્રદેશ પોલીસ સાથે સમગ્ર ઘટનાનું સંકલન કર્યું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે, ગુમ થયેલા લલન કુમાર વ્યવસાયે સરકારી શાળાના શિક્ષક છે. તેને બે બાળકો પણ છે. તેમની પત્ની સવિતા કુમારી તેમના પતિના સુરક્ષિત ઘરે પરત ફરવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહી છે.

દરભંગાના સિટી SP સાગર કુમારે જણાવ્યું કે, પીડિત પરિવારના સભ્યો તેમને મળવા આવ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા પછી, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બમિથા પોલીસ સ્ટેશનમાં લલન કુમારના ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દરભંગા પોલીસ મધ્યપ્રદેશ પોલીસના સંપર્કમાં છે. જે પણ માહિતી મળશે તે પરિવાર સાથે શેર કરવામાં આવશે.

ગુમ થયેલા યુવક લલનની પત્ની સવિતા કુમારીએ જણાવ્યું કે, લલન કુમાર 4 ફેબ્રુઆરીએ દરભંગા સ્ટેશનથી બાગેશ્વર ધામ જવા નીકળ્યા હતા. બાગેશ્વર ધામ પહોંચ્યા પછી તેમની સાથે વાત થઈ હતી. 6 ફેબ્રુઆરીએ છેલ્લી વાત થયા બાદ તેમનો ફોન બંધ આવી રહ્યો છે. આની જાણકારી પોલીસને આપી.

સવિતાએ કહ્યું કે, તેને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે, લલન હોસ્પિટલમાં બેભાન છે. આ સાંભળ્યા પછી તેમની મુશ્કેલી વધી ગઈ. આ પછી ખબર પડી કે, લલને ત્યાંના ધારાસભ્યને મળીને તેમને દરભંગા મોકલવાની વિનંતી કરી હતી. ધારાસભ્યએ લલનને ત્યાં પોલીસને સોંપી દીધો હતો, પરંતુ પોલીસે તેને ક્યાં પહોંચાડી દીધો તે જાણી શકાયું નથી. પતિ હજુ ઘરે પાછો આવ્યો નથી.

દરભંગા પહોંચેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી RCP સિંહે ગુમ થયેલા લલનના મામલાને લઈને CM નીતિશ કુમાર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, બિહારમાં ખુદ સરકાર જ ગાયબ છે. સરકાર અહીં બિલકુલ જ નથી. તેમણે કહ્યું કે, પહેલા જ્યારે કોઈ ગુમ થઈ જતું ત્યારે પોલીસ તેને પાતાળમાંથી પણ શોધીને લઈ આવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp