દેશના સૌથી વૃદ્ધ હાથીનું નિધન, શાહી જિંદગી જીવવા માટે જાણીતો હતો બિજુલી પ્રસાદ

PC: news18.com

આજે ભારતના સૌથી વૃદ્ધ પાળતુ હાથી ‘બિજુલી પ્રસાદ’નું 89 વર્ષની વયે આસામના સોનિતપુર જિલ્લામાં મોત થઈ ગયું. ભારતમાં હાથી પાળવાનો રિવાજ વર્ષોથી છે. જૂના જમાનામાં રાજા-મહારાજાઓ પાસે સેકડો હાથીઓ રહેતા હતા. તેમાંથી કેટલાક તેમને ખૂબ પ્રિય પણ રહેતા હતા. હાથીઓની સેવા માટે નોકર પણ રાખવામાં આવતા હતા, પરંતુ આજના સમયમાં એવું ખૂબ ઓછું થઈ ગયું છે. આજનો દિવસ ભારત, ખાસ કરીને આસામના લોકો માટે કંઇ સારો ન રહ્યો.

આજે ભારતના સૌથી વૃદ્ધ પાળતુ હાથી ‘બિજુલી પ્રસાદ’નું 89 વર્ષની વયે આસામના સોનિતપુર જિલ્લામાં મોત થઈ ગયું. હાથીએ સવારે 03:30 વાગ્યે બેહાલી ચાય એસ્ટેટમાં છેલ્લા શ્વાસ લીધા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બિજુલી પ્રસાદ નામના આ હાથીની ઉંમર લગભગ 89 વર્ષ હતી અને તે ભારતનો સૌથી વૃદ્ધ હાથી હતો. તે પોતાની ઉંમરના કારણે છેલ્લા ઘણા સમયથી બીમાર ચાલી રહ્યો હતો. બાગાનના અધિકારીઓએ જણાવ્યું કે, તેને ખૂબ નાની ઉંમરમાં બરગાંગ બાગાનમાં લાવવામાં આવ્યો હતો.

રિપોર્ટ્સ મુજબ, બારગાંગ ચાય બાગીચા વેચાઈ ગયા બાદ હાથી બિજુલી પ્રસાદને વિલિયમ્સન મેગર ગ્રુપ દ્વારા લઈ જવામાં આવ્યો હતો. અહીં તે સેવાનિવૃત્ત થઈ ગયા બાદ શાહી જિંદગી જીવી રહ્યો હતો. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને પ્રસિદ્ધ હાથી સર્જન ડૉ. કુશલ કોંવર સરમાએ જણાવ્યું કે, જ્યાં સુધી તેમની જાણકારી છે આ સૌથી જૂનો પાળતુ હાથી હતો. બિજુલી પ્રસાદના બધા દાંત 10 વર્ષ અગાઉ જ તૂટી ચૂક્યા હતા, ત્યારબાદ કઇ ખાઈ શકતો નહોતો અને મરવાનો હતો.

તેમણે આગળ કહ્યું કે, હું ત્યાં ગયો અને તેની સારવાર કરી. મેં તેનું નિયમિત ભોજન બદલવી દીધું અને તેને મોટા ભાગે ઉકાળેલું ભોજન જેમ કે ચોખા અને ઉચ્ચ પ્રોટીનવાળા સોયાબીન આપવામાં આવવા લાગ્યા. તેનાથી તેની ઉંમર વધી ગઈ. બેહલી છાયા બાગના એક અધિકારી કહ્યું કે, હાથીને રોજ 25 કિલો ભોજન આપવામાં આવતું હતું. 10 વર્ષ અગાઉ બિજુલી પ્રસાદના બધા દાંત તૂટી ગયા હતા.

એક રિપોર્ટ મુજબ મેનેજમેન્ટ કંપનીના પેરોલમાં બિજુલી માટે બે રખેવાળની વ્યવસ્થા કરી હતી. ડૉક્ટર દર અઠવાડિયા તેના સ્વાસ્થ્ય અને વજનની તપાસ કરતા હતા. સાથે જ દિવસમાં 3 વખત ઉચિત ભોજન પણ આપતા હતા. તેના સ્વાથ્ય અપડેટને દર અઠવાડિયા કંપનીના કોલકાતા સ્થિત હેડ ઓફિસમાં આપવામાં આવતી હતી. જ્યાં અત્યાર સુધી આખો રેકોર્ડ રાખવામાં આવ્યો છે. બિજુલી પ્રસાદનું વજન લગભગ 400 કિલોગ્રામ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp