26th January selfie contest

બાઇક સવાર પિતા-પુત્રના રોડ અકસ્માતમાં મોત, લગ્નના કાર્ડ વહેચવા જતા થયો અકસ્માત

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પોતાની પુત્રીના લગ્નનું આમંત્રણ આપવા જઈ રહેલા બાઇક પર સવાર પિતા-પુત્રને ટ્રકે પાછળથી ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના સમાચાર મળતા જ લગ્નવાળા ઘરમાં હોબાળો મચી ગયો હતો. અકસ્માત બાદ ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.

ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને પરિવારના સભ્યો ખુશીમાં ડૂબી ગયા હતા. માર્ગ અકસ્માતમાં પિતા-પુત્રના મોતની જાણ થતાં લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી. પરિવારના સભ્યોની રડી રડીને હાલત ખરાબ થઇ ગઈ છે.

તિરવા કોતવાલી વિસ્તારના નથાપુરવા ગામમાં રહેતા ખેડૂત અવધેશ દુબે (50)ની પુત્રી કોમલના લગ્ન 15 ફેબ્રુઆરીએ છે. બરેલીમાં ફર્નિચર ફેક્ટરીમાં કામ કરતો તેમનો એકનો એક પુત્ર આદિત્ય દુબે (26) 28 જાન્યુઆરીએ ઘરે આવ્યો હતો. રવિવારે સવારે નવ વાગ્યાના સુમારે અવધેશ દુબે પુત્ર આદિત્ય સાથે લગ્નના કાર્ડ વહેંચવા માટે ઘરેથી નીકળ્યો હતો. બાઈક લઈને જેવા તેઓ સદર કોતવાલી હેઠળની પાલ ચૌરાહ ચોકી પાસેના ફ્લાયઓવર પર પહોંચ્યા હતા. સદર કોતવાલીના પાલ ચૌરાહા પાસે બાયપાસ પર એક ઝડપી ટ્રકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. મૃતકના નાના ભાઈ અખિલેશે જણાવ્યું કે મોટા ભાઈ અને ભત્રીજાનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. દીકરીના લગ્ન થવાના છે. બંને લોકો બાઇક પર આમંત્રણ પત્રિકા વહેંચવા જતા હતા. તેણે જણાવ્યું કે તેને ફોન પર આ અકસ્માતની જાણકારી મળી.

અકસ્માતમાં પિતા-પુત્ર અવધેશ અને આદિત્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માહિતી મળતાની સાથે જ પરિવારમાં અફરા-તફરી મચી ગઈ હતી. અહીં તમને જણાવી દઈએ કે, અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રએ હેલ્મેટ પહેરી ન હતી. કોતવાલી પ્રભારી રાજકુમાર સિંહે જણાવ્યું કે, મૃતદેહોને કબજે લેવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર ડ્રાઈવરની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp