બિલ્કીસ બાનોના ગુનેગારોને છોડવાનો મામલો, એક દોષિતના ગુમ થવા પર SCમાં સુનાવણી ટળી

PC: ganatantrabharat.com

બિલકિસ બાનો રેપ કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટાળી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી એક દોષિતના ગુમ થવાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. કોર્ટે બે ગુજરાતી અખબારોમાં દોષિત માટે જાહેર નોટિસ બહાર પાડવાનો નિર્દેશ આપ્યો છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જો દોષિતો કોર્ટની કાર્યવાહીમાં સામેલ નહીં થાય તો એક તરફી કાર્યવાહી કરવામાં આવશે. હવે આ મામલે આગામી સુનાવણી 11 જુલાઈએ થશે.

બિલ્કીસ બાનોના દોષિતોમાંના એક પ્રદીપ R. મોડયાને કોર્ટની નોટિસ આપવામાં આવી ન હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તે ઘરે નથી અને તેનો ફોન પણ બંધ છે. જેના કારણે સુપ્રીમ કોર્ટે સમાચારપત્રમાં જાહેર માહિતી પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો છે. બિલ્કીસના ગુનેગારોની સમયના પહેલા મુક્તિને પડકારતી અરજી પર 27 માર્ચે સુપ્રીમ કોર્ટે ગુનેગારોને નોટિસ પાઠવી હતી. 11 દોષિતોમાંથી એકને હજુ સુધી નોટિસ આપવામાં આવી નથી. આ દરમિયાન જસ્ટિસ K.M. જોસેફે કહ્યું કે, એક વ્યક્તિ સમગ્ર કોર્ટની કાર્યવાહીને અટકાવી રહ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગત સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી. જસ્ટિસ K.M. જોસેફે કહ્યું કે, તમે નથી ઈચ્છતા કે બેંચ આ મામલાની સુનાવણી કરે. જસ્ટિસ જોસેફે કહ્યું કે, હું 16 જૂને નિવૃત્ત થઈશ. તે સમય દરમિયાન હું રજા પર હોઈશ, તેથી મારો છેલ્લો કામકાજનો દિવસ 19મી મે છે. અમે સ્પષ્ટતા કરી હતી કે, આ મામલે સમાધાન માટે સુનાવણી કરવામાં આવશે. તમે કેસ જીતી શકો છો અથવા હારી શકો છો, પરંતુ કોર્ટ પ્રત્યેની તમારી ફરજ ભૂલશો નહીં. આ પછી, કેન્દ્ર-ગુજરાત સરકાર 11 દોષિતોની મુક્તિ સંબંધિત ફાઈલો કોર્ટમાં રજૂ કરવા સંમત થઈ હતી.

જ્યારે, કેન્દ્ર અને ગુજરાત સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા વકીલે બિલ્કીસ બાનોની અરજીને નકલી ગણાવી હતી અને કહ્યું હતું કે, તેણી સોગંદનામામાં ખોટું બોલી છે. સરકારના વકીલે જણાવ્યું હતું કે, છૂટા કરાયેલા 11 દોષિતોમાંથી કેટલાકને બિલ્કીસ દ્વારા નોટિસ આપવામાં આવી ન હતી. આ પછી પણ બિલ્કીસે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું કે, તમામ દોષિતોને નોટિસ આપવામાં આવી છે. આ માટે બિલ્કીસ બાનો સામે કાર્યવાહી થવી જોઈએ. બિલ્કીસ બાનો વતી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ શોભા ગુપ્તાએ આનો જવાબ આપ્યો હતો. મેં તમામ ગુનેગારોને મેઇલ પર નોટિસ મોકલી આપી હતી.

બિલ્કિસે તેની અરજીમાં ગુજરાત સરકાર પર તેના કેસમાં દોષિતોને સમય પહેલા મુક્ત કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે 11 દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp