ચૂંટણી કમિશનરોની નિમણૂકવાળું બિલ સંસદના વિશેષ સત્રથી હટ્યું, કેમ પાછું લેવાયું

PC: hindustantimes.com

ચૂંટણી કમિશનરોનો દરજ્જો હટાવવા અને તેમની નિમણૂકવાળી પેનલથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને હટાવનારા બિલને સરકારના વિશેષ સત્રના એજન્ડાથી હટાવી લીધું છે. સરકારે રવિવારે જે 8 બિલો બાબતે વિપક્ષને જાણકારી આપી છે, તેમાં ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં બદલાવ કરનારું બિલ સામેલ નથી. સરકારી અધિકારીઓનું કહેવું છે કે, સરકાર ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં સંશોધનવાળા બિલમાં કેટલાક બદલાવ કરવા પર વિચાર કરી રહી છે.

હવે નવી રીતે બદલાવ કર્યા બાદ જ બિલ સદનમાં મંજૂર કરવામાં આવશે. એવી ચર્ચા હતી કે સરકાર ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં બદલાવવાળું બિલ આ સેશનમાં રજૂ કરશે. એ હેઠળ કમિશનરોને સુપ્રીમ કોર્ટના જજના દરજ્જાની જગ્યાએ કેબિનેટ સચિવવાળી હેસિયત આપવામાં આવવાની હતી. તેનો તીખો વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષ તેને ચૂંટણી પંચની સ્વાયત્તા સાથે સમજૂતી બતાવી રહ્યું હતું. તેને લઇને 9 પૂર્વ ચૂંટણી કમિશનરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી પણ લખી હતી.

સરકારી અધિકારીઓનું કહેવું છે કે, હવે સરકાર પોતે પોતાના સ્તર પર પણ બદલાવની જરૂરિયાત અનુભવી રહી છે એટલે બિલને થોડા સમયની રાહ અને સંશોધન બાદ જ રજૂ કરવામાં આવશે. આ બિલને લઈને સૌથી મોટી આપત્તિ એ પણ છે કે આખરે ચૂંટણી કમિશનરોની નિમણૂકથી ચીફ જસ્ટિને કેમ હટાવવામાં આવી રહ્યા છે. હાલના નિયમો મુજબ, ચૂંટણી કમિશનરોની નિમણૂકવાળી પેનલનો ચીફ જસ્ટિસ પણ હિસ્સો હોય છે. તેને લઈને સુપ્રીમ કોર્ટે આ વર્ષે માર્ચમાં આદેશ આપ્યો હતો.

એટલે આ બિલને સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટનાર માનવામાં આવી રહ્યું છે. હવે નવા બિલ મુજબ, પેનલમાં વડાપ્રધાન, વિપક્ષ નેતા અને એક કેન્દ્રીય મંત્રીને જ રાખવાનું પ્રવધાન હશે. તેને લઈને ખાસ કરીને આપત્તિ છે અને વિપક્ષ તેને ચૂંટણી પંચની સ્વાયત્તા સાથે છેડછાડ કરનારું બિલ બતાવી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે, આ બદલાવના માધ્યમથી સરકાર ઈચ્છા મુજબ ચૂંટણી કમિશનરોની નિમણૂકનો પ્રયાસમાં લાગી છે. આ બાબતે વિપક્ષે પોતાના તેવર પહેલા જ સ્પષ્ટ કરી દીધા હતા એટલે સંસદના વિશેષ સત્ર દરમિયાન સરકારે પોતાના પગલાં પાછળ ખેચી લીધા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હવે આ બિલમાં સંશોધન બાદ જ તેને સંસદની મજૂરી માટે રજૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp