અબજોપતિ છોકરીને થયો ગરીબ છોકરા સાથે પ્રેમ, પિતાના અબજો રૂપિયાને ઠોકર મારી

PC: https://www.instagram.com/angeline.rosieonfire/?hl=en

જ્યારે વ્યક્તિ પ્રેમમાં પડે છે તો તે પોતાના પ્રેમી માટે જમાનાના દરેક પડકાર સામે લડવા માટે તૈયાર હોય છે. તે પોતાના પરિવાર સાથે પણ બગાવત કરવી માટે તૈયાર થઇ જાય છે. આવું તમે બોલીવુડની ફિલ્મોમાં જોયું જ હશે, પણ થોડા વર્ષો પહેલા મલેશિયામાં અબજોપતિ મહિલાએ આ કથનને સત્ય સાબિત કરી દીધું હતું. આમ તો આ ઘટના જૂની છે પણ હાલના દિવસોમાં સચિન અને સીમાની વાયરલ થઇ રહેલી લવ સ્ટોરી વચ્ચે એક ફરી વાર આ સ્ટોરીની ચર્ચા સામે આવી છે.

 

આ સ્ટોર મલેશિયાથી શરૂ થાય છે. એન્જલીન ફ્રાન્સિસ ખો નામની એક મહિલા હતી જે મલેશિયાના મોટા બિઝનેસમેન ખૂ કે પેંગની દિકરી હતી. તેની માતા પોલીન ચાય પૂર્વ મિસ મલેશિયા હતી. કે પેંગ મલેશિયન યૂનાઇટેડ ઇન્ડસ્ટ્રીના માલિક હતા. બ્રિટિશ લાઇફસ્ટાઇલ અને ડિઝાઇનર બ્રાન્ડ લૌરા એશલીમાં પણ તેમનું રોકાણ હતું. પિતાની નેટ વર્થ 300 મિલિયન ડોલર એટલે કે, 2 હજાર કરોડ રૂપિયા હતી. પણ એન્જલીનના જીવનમાં કંઇક એવું થયું કે તે પિતાની અબજો રૂપિયાની સંપત્તીને લાત મારીને ચાલી ગઇ. તેના કારણે તે ચર્ચામાં આવી ગઇ.

તે 2001માં ઓક્ષફોર્ડ યુનિવર્સિટીમાં ભણવા ગઇ હતી. એ દરમિયાન તેની મુલાકાત એક કેરેબિયન બોર્ન ડેટા સાયન્ટિસ્ટ ઝેદીદિઆ ફ્રાન્સિસ સાથે થઇ હતી. તેને ફ્રાન્સિસ સાથે પ્રેમ થઇ ગયો અને બન્નેએ લગ્ન કરવાનું મન બનાવી લીધું. આ વાતથી એન્જલીનાના પિતા નારાજ હતા. તેમણે તે છોકરાને દિકરી માટે બરાબર ન ગણાવ્યો અને લગ્ન કરવા માટે ના પાડી દીધી. આ વાતથી એન્જલીના નારાજ થઇ ગઇ અને તેણે પોતાની સંપત્તીને લાત મારી દીધી અને ફ્રાન્સિસ સાથે લગ્ન કરવા માટે ચાલી ગઇ. બન્નેના લગ્ન વર્ષ 2008-09માં થયા.

ત્યાર બાદ તેણે વર્ષ 2015માં ‘Rosie On Fire’ નામની એક લક્ઝરી ક્લોધીંગ બ્રાન્ડ શરૂ કરી. તેના પતિએ પણ તેમાં તેનો સાથ આપ્યો અને તેની માતા પણ તેની મદદમાં લાગી ગઇ. પણ વર્ષ 2013માં તેણે પોતાના માતા પિતાના ડાઇવોર્સના કેસમાં ફસાવું પડ્યું જેનાથી તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઇ ગયું. 4 વર્ષો સુધી કેસ ચાલતો રહ્યો અને વર્ષ 2017માં કોર્ટે 600 કરોડ રૂપિયા ડાઇવોર્સના સેટલમેન્ટના રૂપમાં પત્ની પોલીનને આપવાનો આદેશ કર્યો. હવે તે પોતાના બિઝનેસ પર કામ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર પણ વર્ષ 2020 બાદથી તે એક્ટીવ નથી. જોકે, તેની સ્ટોરી ચર્ચામાં આવ્યા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp