- National
- બિપરજોયે રાજસ્થાનમાં મચાવી તબાહી, સુરાવા ડેમ તૂટ્યો, પૂર જેવી સ્થિતિ
બિપરજોયે રાજસ્થાનમાં મચાવી તબાહી, સુરાવા ડેમ તૂટ્યો, પૂર જેવી સ્થિતિ
બિપરજોય તોફાને ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના બાડમેર અને જાલોર જિલ્લામાં કેર વર્તાવી દીધો છે. બંને જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી સતત થઈ રહેલા વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. જાલોર ક્ષેત્રના સાંચૌર વિસ્તારનો સુરાવા ડેમ તૂટી ગયો છે. બિપરજોય વાવાઝોડાના કારણે અહી થઈ રહેલા વરસાદથી આ રણ વિસ્તારમાં ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું છે. સતત વધતા પાણીના સ્તરના કારણે ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જો કે, લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યા છે, પરંતુ વરસાદ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. જેના કારણે સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે. જોધપુર અને ઉદયપુરમાં વરસાદનો દૌર ચાલી રહ્યો છે. રાજધાની જયપુરમાં સવારે 10:30 વાગ્યે વરસાદ શરૂ થઈ ગયો. હવામાન વિભાગ મુજબ, બાડમેરમાં શનિવારે સવારે 8:00 વાગ્યાથી લઈને રવિવારે સવારે 6:00 વાગ્યા સુધી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. બાડમેરના ચોહટનમાં આ દરમિયાન 266 અને ધોરીમન્નામાં 256 એમએમ વરસાદ પડી ચૂક્યો છે.

આ બંને જ વિસ્તારમાં 10-10 ઇંચ વરસાદ નોંધાયો છે. એ સિવાય સેડવામાં 188 મિલીમીટર, ધનાઉમાં 183, બાલોતરામાં 172, સિવાનામાં 142, ગુઢામાલાનીમાં 136, સમદડીમાં 126 અને પચપદરામાં 106 મિલીમીટર વરસાદ થઈ ચૂક્યો છે. સતત થઈ રહેલા વરસાદના કારણે સ્થિતિ ભયાનક થઈ રહી છે. જો કે, NDRF અને SDRF સાથે જ પોલીસ અને પ્રશાસનિક અધિકારી રેસ્ક્યૂ ઓપરેશન કરી રહ્યા છે, પરંતુ સ્થિતિ ધીરે-ધીરે બેકાબૂ થતી જઈ રહી છે. પાણી ભરાવાની આશંકાના કારણે પહેલા જ ઘણા લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડી દેવામાં આવ્યા હતા, પરંતુ વરસાદ અનુમાનથી વધારે આવવાના કારણે ઘણા ગામ અને વિસ્તાર જલમગ્ન થઈ ગયા છે.
ઘરો અને સરકારી કાર્યાલયોમાં પાણી ભટાઈ જવાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કંઈક એવી સ્થિતિ જાલોર જિલ્લાની છે. ભારે વરસાદના કારણે અહીં રાણીવાડા, ઉપખંડ મુખ્યાલયથી ઘણા ગામોનો સંપર્ક તૂટી ચૂક્યો છે. ભીનમાલ અને ચિતવાનામાં પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે. વિસ્તારના નદી નાળા ઉફાન પર હોવાના કારણે પ્રશાસને સાવધાનીના રૂપે ત્યાં બેરિકેડ્સ લગાવી દીધા છે. ઘણી જગ્યાઓ પર મોત વૃક્ષ પડવાથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. સંચૌર વિસ્તાર સુરાવા ડેમ તૂટી ગયો છે. તો એ જ વિસ્તારના પાંચના ડેમમાં પણ લિકેજની માહિતી મળી રહી છે.

ત્યારબાદ ત્યાં પ્રશાસનમાં હાહાકાર મચી ગયો છે. નસીબ જોગ ત્યાં કોઈ પણ પ્રકારની જાનહાનિના કોઈ સમાચાર નથી. સિવાય, ઉદયપુર અને જોધપુરમાં પણ બિપરજોય તોફાનના કારણે વરસાદ પડી રહ્યો છે. ઉદયપુરના ગોંગુદામાં છેલ્લા 24 કલાકમાં સર્વોચ્ચ 119 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો કોટડામાં 99, ઝાલોદમાં 40, ઋષભદેવમાં 39, સરાડામાં 36, ગિર્વામાં 33 અને કરાબડમાં 31 મિલીમીટર વરસાદ થયો છે. જોધપુરમાં પણ રાતથી વરસાદ પડી રહ્યો છે. અહી રવિવારે સવારે 8:00 વાગ્યા સુધી છેલ્લા 24 કલાક દરમિયાન 91.3 મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે. સ્થિતિને જોતા રાહત અને બચાવ ટુકડી એલર્ટ મોડમાં છે.

