લોકોને ભડકાવનાર નૂહ હિંસાનો આરોપી બિટ્ટૂ બજરંગી આ રીતે પકડાયો, જુઓ Video

PC: indiatv.com

હરિયાણાના નૂહમાં થયેલી હિંસાનો આરોપી બિટ્ટૂ બજરંગીને તેના ફરીદાબાદના ઘરમાંથી પોલીસે પકડી પાડ્યો છે. બિટ્ટૂને નૂહ જિલ્લાના તાવડૂ પોલીસ સ્ટેશનની ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ પકડ્યો છે. નૂહમાં બ્રજમંડળની યાત્રા પહેલા બિટ્ટૂએ ઘણાં ભડકાઉ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ મામલામાં તેના પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે જામીન પર તેને છોડી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી બિટ્ટૂની ધરપકડ માટે સોશિયલ મીડિયા પર માગણી કરવામાં આવી રહી હતી. આરોપી પર સરકારી કામમાં મુશ્કેલી પેદા કરવા, શસ્ત્રો છીનવી લેવા અને પોલીસ સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આરોપીની ધરપકડ ફિલ્મી સ્ટાઇલમાં થઇ છે. તેને પકડવાનો વીડિયો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે. જેમાં જોઇ શકાય છે કે ક્રાઈમ બ્રાંચની ટીમ સાદા કપડામાં શસ્ત્રોથી સજ્જ ત્રણ કારોના કાફલામાં આરોપીના ઘરે પહોંચે છે. પોલીસની ટીમને જોઇ આરોપી ભાગવાની કોશિશ કરે છે. ત્યાર પછી પોલીસની ટીમ તેનો પીછો કરે છે અને બિટ્ટૂને પકડી લે છે. જે ગલીમાં આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યાં અફરાતફરીનો માહોલ થઇ ગયો. વીડિયોમાં બિટ્ટૂની પાછળ પોલીસની ટીમને ભાગતા જોઇ શકાય છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે કઇ રીતે એક પછી એક પોલીસકર્મી બિટ્ટૂની પાછળ ભાગી રહ્યા છે અને ભારે શરીરવાળો આરોપી બિટ્ટૂ પોલીસથી ભાગતો જોવા મળી રહ્યો છે.

નૂહ હિંસા પહેલા બિટ્ટૂ બજરંગીનો વીડિયો વાયરલ થયો હતો

જણાવીએ કે બિટ્ટૂ બજરંગીનું અસલી નામ રાજકુમાર છે. તે ગૌરક્ષા બજરંગ ફોર્સનો અધ્યક્ષ પણ છે. 31 જુલાઈ પહેલા સોશિયલ મીડિયા પર આરોપીએ એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં બિટ્ટૂએ કહ્યું હતું કે, તેમને આખી લોકેશન આપી દો કે હું ક્યાં ક્યાં આવી રહ્યો છું. નહીંતર પછી કહેશે કે કહ્યું નહીં તમે આવ્યા અને મળ્યા નહીં. માટે અમે બધી લોકેશન આપી રહ્યા છે. અમારા માટે ફૂલોની માળા તૈયાર રાખજો. વીડિયો દરમિયાન આરોપી તેના સમર્થકોને પણ જુએ છે. તે કહે છે કે, તે હાલમાં ફરીદાબાદના પાલીમાં છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો નૂહ હિંસાના દિવસનો એટલે કે 31 જુલાઈની સવારનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp