BJPના કેબિનેટ મંત્રીએ રસ્તા વચ્ચે યુવકને માર માર્યો,વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે
ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલ અને સ્થાનિક યુવક વચ્ચેની ભીષણ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે ઋષિકેશમાં નાણામંત્રીના ઘર પાસેની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે લોકોએ અનેક સવાલો પૂછવા માંડ્યા. વાયરલ વીડિયોમાં દેખાતા યુવકનું નામ સુરેન્દ્ર સિંહ નેગી જણાવવામાં આવી રહ્યું છે. જેને મંત્રી દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલ પોતાના ગનર સાથે યુવકોને માર મારી રહ્યા છે. યુવક બચવાના પ્રયાસમાં આમ-તેમ ભાગતો રહ્યો, પરંતુ મંત્રી અને તેના ગનર યુવકને સતત મારતા રહ્યા હતા. આ લડાઈને જોવા માટે કેટલાક લોકો રસ્તા પર રોકાઈ ગયા હતા અને જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
પીડિત સુરેન્દ્ર નેગીએ ફેસબુક પોસ્ટ દ્વારા મંત્રી પર અનેક આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું, 'અમે ટ્રાફિક જામમાં અટવાઈ ગયા હતા અને હું તેમની કાર પાસેથી પસાર થઇ ગયો, તેમાં કોણ બેઠું છે તે મને ખબર ન હતી. તેમણે મને અપશબ્દો કહ્યા હતા અને જ્યારે મેં તેનો વિરોધ કર્યો ત્યારે તેઓ અને તેના માણસો તેમની કારમાંથી નીચે ઉતર્યા અને મને માર મારવા લાગ્યા.' આ સાથે તેણે પેન બતાવી કહ્યું કે, તે મંત્રીની છે અને પુરાવા તરીકે બતાવવા માટે પૂરતું છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કેટલાક લોકોએ આ વીડિયો શેર કરતા ઉત્તરાખંડના મંત્રી પર નિશાન સાધ્યું હતું. આ આરોપો પર સ્પષ્ટતા આપતાં તેમણે કહ્યું કે, સુરેન્દ્ર સિંહ નેગી નામના વ્યક્તિએ તેમને અપશબ્દો કહ્યા ઉપરાંત તેમના પર હુમલો કર્યો અને તેમનો કુર્તો અને તેમના સુરક્ષાકર્મીઓનો યુનિફોર્મ ફાડી નાંખ્યો. જેના કારણે તેને માર મારવામાં આવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
અત્યાર સુધી આ મામલે યુવાનનો પક્ષ સામે આવ્યો નથી. યુવકની તરફેણમાં આવતા વિસ્તારના લોકોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને પોલીસ પર આ મામલે પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. જણાવ્યું હતું કે, પોલીસે હુમલો કરનાર મંત્રી સામે કાર્યવાહી કરવાને બદલે પીડિત યુવકને પકડી લીધો હતો. આ દરમિયાન લોકોએ BJP સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
આરોપ છે કે, કેબિનેટ મંત્રી અવાર-નવાર ઘણા લોકો સાથે ગેરવર્તન કરે છે. આ પહેલો કિસ્સો નથી. દર વખતે પોલીસ મંત્રીની આવી હરકતોને સમર્થન આપે છે. આ સમાચાર લખાય છે, ત્યાં સુધી પોલીસ કક્ષાએથી આ મામલે કોઈ પ્રતિક્રિયા મળી નથી.
वीडियो उत्तराखंड के ऋषिकेश का है!
— Komal karanwal (@Komal_karanwal) May 3, 2023
बीच सड़क थप्पड़ बरसाने वाले @BJP4India सरकार के मंत्री प्रेमचंद अग्रवाल हैं!
"सुरेंद्र नेगी" नाम के व्यक्ति को मंत्री और उनके साथियों ने बेरहमी से पीटा!
पहले बीच सड़क-खुलेआम ऐसे मारपीट करते वीडियो गुंडों के आते थे" अब मंत्री महोदय है! pic.twitter.com/6nOU3Gqqag
ઋષિકેશમાં બનેલી આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા સૂર્યકાંત ધસમણાએ BJP પર નિશાન સાધ્યું અને તેમની હકાલપટ્ટીની માંગ કરી. કોંગ્રેસ નેતાએ આ મુદ્દે કહ્યું, 'રાજ્યની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના ખભા પર છે, જો તેઓ જ સામાન્ય જનતા સાથે આવી રીતે લડી રહ્યા છે, તો રાજ્યમાં કાયદાનું શાસન ક્યાં રહેશે. જો CM મંત્રી અગ્રવાલને કેબિનેટમાંથી બરતરફ નહીં કરે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp