સત્યપાલ મલિકનો દાવો-ચૂંટણી પહેલાં BJP રામ મંદિર પર બોંબ ફેંકાવી શકે છે અને નેતા.

PC: dnaindia.com

લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ પોતાના કોઇ પ્રમુખ નેતાની હત્યા કરાવી શકે છે અથવા નિર્માણ પામી રહેલા અયોધ્યાના રામ મંદિર પર બોંબ ફેંકાવી શકે છે. આ દાવો જમ્મ્-કશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે કર્યો છે.

ધ લલનટોપ વેબસાઇટના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે,દિલ્હીની કોન્સિટયૂશન ક્લબમાં આયોજિત એક કાર્યક્રમમાં સત્યપાલ મલિકે આરોપ લગાવતા કહ્યું હતું કે, હરિયાણાના નૂહમાં થયેલી હિંસા સુનિયોજિત હતી અને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આવી ઘટનાઓ વધતી રહેશે.મલિકે કહ્યું કે નૂહમાં શરૂ થયેલી અને રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ફેલાયેલી હિંસા અનાયાસે થઇ નહોતી, પરંતુ સાંપ્રદાયિક તણાવ ઉભો કરવાના હેતુથી કરવામાં આવી હતી. સુનિયોજિત રીતે સાતથી આઠ જગ્યાએ હુમલા થયા હતા.

સત્પાલ મલિકે આગળ કહ્યું કે 'હું જાટ વિસ્તારમાંથી આવું છું, જ્યાં જાટ સાંસ્કૃતિક રીતે આર્ય સમાજની જીવનશૈલીમાં માને છે અને પરંપરાગત રીતે બહુ ધાર્મિક હોતા નથી અને આ વિસ્તારના મુસ્લિમો પણ પરંપરાગત દૃષ્ટિકોણ ધરાવતા નથી. જેમના વિશે એવું કહેવામાં આવે છે કે તેમની વચ્ચે કોઈ કોમવાદ નથી, એટલે આઝાદી પછી આ બે સમુદાયો વચ્ચે ટકરાવ થયો હોય તેવું ક્યારેય સાંભળ્યું નથી. હવે આવું થવા માંડ્યું છે. આ હુલ્લડ જાણી જોઇને વધારવામાં આવ્યું. આવા હુમલાઓ 2024 સુધી વધતા જ રહેશે.

મલિકે કહ્યું કે, એટલે જનતા આવી અણધારી ઘટનાઓ માટે તૈયાર થઇ જાય, આ બધું તમને બેવકુફ બનાવવા અને વોટ મેળવવા માટે કરવામાં આવી રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે, દેશની સુરક્ષા સાથે રમત રમાઇ રહી છે. અત્યારે ખબર નથી કે આગળ જતા શું શું થશે. મલિકે દાવો કરતા કહ્યુ હતું કે, તેમની પાસે જાણકારી છે કે ભાજપ 2024ની ચૂંટણી પહેલા કઇંકને કઇંક કરશે. ભાજપની એ આદત છે, ગુજરાતમાં તેઓ આવું કરતા રહે છે, દેશમાં આવું કરતા રહે છે.

મલિકે કહ્યુ કે, NSA NSA અજીત ડોભાલ આ દિવસોમાં UAEની મુલાકાત કેમ લઈ રહ્યા છે? તેઓ ત્યાં પાકિસ્તાનના જનરલ સાથે વાત કરે છે અને સંયુક્ત પ્રયાસો કરશે કે જો આપણી સેના પાકિસ્તાનમાં ઘૂસી જાય તો તેઓ જવાબા કાર્યવાહી ન કરે.તેઓ થોડા દિવસ ત્યાં રહેશે અને પાછા આવીને ચૂંટણી જીતવાની આશા રાખશે. લોકોને ખબર હોવી જોઈએ કે તેઓ શું કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp