એક્ઝિટ પોલમાં આવ્યું સામે, નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં કોની બનશે સરકાર?

PC: livehindustan.com

મેઘાલય અને નાગાલેન્ડમાં પણ સોમવારે મતદાન થઇ ગયું. ચૂંટણી પંચની એપ મુજબ સાંજે 5:00 વાગ્યા સુધી નાગાલેન્ડમાં 81.94 ટકા અને મેઘાલયમાં 74.32 ટકા મતદાન થઇ ચૂક્યું હતું. ત્રિપુરામાં થોડા દિવસ અગાઉ જ રેકોર્ડ મતદાન સાથે વોટિંગ થઇ ચૂક્યું છે. ત્રણેય રાજ્યોના પરિણામ એક સાથે 2 માર્ચના રોજ આવશે, પરંતુ લોકોમાં મતદાન સમાપ્ત થવા સાથે જ આગામી સરકારને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

અત્યાર સુધી સામે આવેલા એક્ઝિટ પોલ હિસાબે ત્રિપુરા અને નાગાલેન્ડમાં ફરીથી ભગવો લહેરાતો દેખાઇ રહ્યો છે એટલે કે ભાજપ આ રાજ્યોમાં પોતાની સરકારને યથાવત રાખશે. તેની વિરુદ્ધ મેઘાલયમાં કોઇ એક અપાર્ટીને સંપૂર્ણ બહુમત મળતું દેખાઇ રહ્યું નથી. અહીં ભાજપે પોતાના દમ પર ચૂંટણી લડી હતી, પરંતુ તેને 59માંથી 10 સીટ આસપાસ જ મળતી દેખાઇ રહી છે, જ્યારે સ્થાનિક પાર્ટીઓમાંથી પણ કોઇ એકને જનવિશ્વાસ મળતો દેખાઇ રહ્યો નથી.

મેઘાલય:

મેઘાલયમાં 60માંથી 59 સીટ પર થયેલી ચૂંટણીમાં આ વખત ભાજપ પોતાના દમ પર ઉતરી છે. Zee Newsના એક્ઝિટ પોલના હિસાબે ભાજપને તેનું નુકસાન થયું છે. ભાજપને 6-11 સીટ સુધી મળવાની સંભાવના છે. જ્યારે NPPને અહીં 21-26 સીટ સુધી મળી શકે છે. મમતા બેનર્જીની TMCને 8-13, કોંગ્રેસને 3-6 અને અન્યને 10-19 સીટોથી સંતોષ માનવો પડી શકે છે.

ઇન્ડિયા ટૂડે અને એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલના હિસાને પણ મેઘાલયમાં કોઇ પાર્ટીને બહુમત નહીં મળે. ભાજપને 4-8, કોંગ્રેસને 6-12 અને NPPને 18-24 સીટ મળી શકે છે. મેટ્રિઝના એક્ઝિટ પોલમાં પણ મેઘાલયમાં કોઇ એક પાર્ટીને સત્તા નહીં મળે, હાલની સત્તાધારી NPPને 21-26, TMCને 8-13, ભાજપને 6-11, કોંગ્રેસને 3-6 સીટો અને અન્ય પાર્ટીઓને 10-19 સીટ મળી શકે છે.

નાગાલેન્ડ:

Zee Newsના એક્ઝિટ પોલના હિસાબે નાગાલેન્ડમાં ભાજપના ગઠબંધનને ભારે બહુમત મળવા જઇ રહ્યું છે. 60 સીટોવાળી વિધાનસભામાં 59 સીટ પર ચૂંટણી થઇ છે. તેમાં એક્ઝિટ પોલના હિસાબે ભાજપ ગઠબંધનને 35-43, NPFને 2-5, NPPને 0-1, કોંગ્રેસને 1-3 અને અન્યને 6-11 સીટ મળી શકે છે. મેટ્રિઝના એક્ઝિટ પોલમાં પણ ભાજપને બહુમત મળી રહ્યું છે. ઇન્ડિયા ટૂડે અને એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલના હિસાબે નાગાલેન્ડમાં ભાજપ અને NDPPના ગઠબંધનની સરકાર પ્રચંડ બહુમતથી સત્તામાં વાપસી કરવા જઇ રહી છે. આ ગઠબંધનને 38-48 સીટ, જ્યારે કોંગ્રેસને 1-2 અને NPFને 3-8 સીટ મળવાની સંભાવના છે.

ત્રિપુરા:

ત્રિપુરામાં આ વખત રેકોર્ડ મતદાન થયું હતું. ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે, તે સત્તાવિરોધી ટ્રેન્ડ હોય શકે છે, પરંતુ એક્ઝિટ પોલ ભાજપ સરકારની વાપસીનો દાવો કરી રહ્યા છે. Zee Newsના એક્ઝિટ પોલના હિસાબે ત્રિપુરામાં ભાજપને 60માંથી 29-36, વામપંથી મોરચા અને કોંગ્રેસ ગઠબંધનને 13-21, નવી બનેલી Tipra Mothaને 11-16 અને અન્યને 0-3 સીટ મળી શકે છે. ઇન્ડિયા ટૂડે અને એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બહુમતથી બની રહી છે.

એક્ઝિટ પોલના હિસાબે ભાજપ ગઠબંધનને 36-45 સીટ, વામપંથી મોરચા અને કોંગ્રેસના ગઠબંધનને 6-11 સીટ, Tipra Mothaને 9-16 સીટ મળતી દેખાઇ રહી છે. અન્ય પાર્ટીઓને કોઇ સીટ મળવાની સંભાવના નથી. Times Now-ETGના એક્ઝિટ પોલમાં ત્રિપુરામાં ભાજપને નુકસાન થવાની સંભાવના છે. ભાજપને 21-27 સીટ જ મળવાની સંભાવના છે, જ્યારે વામપંથી-કોંગ્રેસ ગઠબંધનના ખાતામાં 18-24 સીટ જઇ રહી છે. મેઘાલય અને નાગાલેન્ડમાં 60-60 વિધાનસભાની સીટો છે, પરંતુ બંને જ જગ્યાએ સોમવારે 59-59 એટલે કે કુલ 118 સીટ પર મતદાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp