દુનિયાનો સૌથી મહત્ત્વનો રાજકીય પક્ષ છે BJP, અમેરિકી અખબારમાં છપાયો લેખ

PC: rediff.com

BJP દુનિયાનો સૌથી મહત્ત્વનો આંતરરાષ્ટ્રીય રાજકીય પક્ષ છે. અમેરિકી અખબાર ધ વૉલ સ્ટ્રીટ જર્નલમાં એક ઓપિનિયન આર્ટિકલ એટલે કે વૈચારિક લેખમાં એવો દાવો કરવામાં આવ્યો છે. આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકી હિતોની દ્રષ્ટિથી દુનિયામાં ભારતની ભારતીય જનતા પાર્ટી સૌથી મહત્ત્વની રાજકીય પાર્ટી છે. વૉલ્ટર રસેલ મીડ તરફથી લખવામાં આવેલા આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, કદાચ આ પાર્ટી વિશે દુનિયામાં ખૂબ જ ઓછું જાણવામાં આવ્યું છે.

લેખમાં કહેવામાં આવ્યું છે કે, 2014 અને 2019માં સતત જીત બાદ BJP 2024માં પણ જીત મેળવવા તરફ આગળ વધી રહી છે. આ સાથે જ ભારત પણ મોટી આર્થિક શક્તિ બની રહ્યું છે. જેને કારણે જાપાનની સાથે આ દેશ હિંદ-પ્રશાંતમાં અમેરિકાની નીતિની ધરી બની ગઈ છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે, નજીકના ભવિષ્યમાં BJP જ ભારતમાં મોટાભાગના નિર્ણયો કરશે અને તેની મદદ વિના અમેરિકાના ચીનની વધતી શક્તિને સંતુલિત કરવાના બધા જ પગલાં નબળાં જ રહેશે.

લેખક મીડે કહ્યું કે, BJPને દુનિયામાં ખૂબ જ ઓછી જાણવામાં આવી છે કારણ કે, તેના ઉત્થાન સાથે સંકળાયેલો રાજકીય અને સંસ્કૃતિ ઈતિહાસથી મોટાભાગના બિન-ભારતીય અજાણ જ રહ્યા. તેમણે કહ્યું કે, મુસ્લિમ બ્રધરહુડની જેમ જ BJP પશ્ચિમી ઉદારવાદના ઘણા વિચારોને નકારે છે, જ્યારે આધુનિકતાના બીજા મહત્ત્વના પરિમાણોને અપનાવે છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની જેમ જ BJP એક અબજ કરતા પણ વધુ વસતી ધરાવતા દેશને વૈશ્વિક મહાશક્તિ બનાવવા માંગે છે. ઇઝરાયલની લિકુડ પાર્ટીની જેમ BJP બજાર-સમર્થક આર્થિક દ્રષ્ટિ રાખે છે પરંતુ, લોકપ્રિય અને પારંપરિક મૂલ્યોની સાથે. પછી ભલે તેનાથી BJPએ એ લોકોની નારાજગી ઝેલવી પડે, જે તેની નીતિઓનું સમર્થન નથી કરતા અથવા જે પશ્ચિમી કેન્દ્રિત સંસ્કૃતિનું સમર્થન કરે છે અને રાજકીયરીતે અભિજાત વર્ગમાંથી આવે છે.

મીડે કહ્યું કે, BJPએ હાલમાં જ ઈસાઈ બહુમતવાળા પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં જે જીત મેળવી છે, તે તેની કેટલીક મહત્ત્વની જીતોમાંથી એક છે. ઉત્તર પ્રદેશની BJP સરકાર, જ્યાંની આબાદી 20 કરોડ કરતા વધુ છે, તેને શિયા મુસ્લિમોનું સમર્થન મળ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના કાર્યકર્તા ત્યાં જાતિગત ભેદભાવ સામે લડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. અમેરિકી વિશ્લેષકે કહ્યું, BJP અને સંઘના વરિષ્ઠ નેતાઓ અને તેમના ટીકાકારો સાથે ગાઢ ચર્ચાઓ બાદ મને વિશ્વાસ છે કે અમેરિકી અને પશ્ચિમી દેશોને આ તાકતવર અને જટિલ આંદોલન સાથે અને મૂળ સાથે જોડાવું જરૂરી છે.

તેમણે આગળ લખ્યું, હાશિયા પર રહેલા ધાર્મિક અને બૌદ્ધિકરીતે ઉત્સાહી લોકોના ગ્રુપથી લઇને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કદાચ દુનિયાના સૌથી તાકતવર નાગરિક સમાજ સંગઠન બની ચુક્યા છે. તેના ગ્રામીણ અને શહેરી વિકાસ કાર્યક્રમ, ધાર્મિક શિક્ષા અને તેમના પુનર્જીવન સાથે સંકળાયેલા કાર્યક્રમ અને નાગરિક સક્રિયતા, જેમા હજારો સ્વયંસેવક અલગ-અલગ ક્ષેત્રોમાંથી આવે છે અને એક રાજકીય ચેતના બનાવે છે. આ દુનિયાના કરોડો લોકોની ઉર્જા પર કેન્દ્રિત હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp