હેલમેટ ન પહેરવા પર ફાટ્યો BJP નેતાનો મેમો તો ધરણાં પર બેસી ગયા કાર્યકર્તા

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના બૂથ અધ્યક્ષે હેલમેટ પહેર્યું નહોતું અને તેના કારણે તેમનો મેમો ફાડવામાં આવ્યો હતો. તો ભાજપના કાર્યકર્તાઓએ હોબાળો કરી દીધો. પોલીસ સ્ટેશન આગળ રસ્તા પર બેસીને પોલીસ વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પર એક હજાર રૂપિયાનો બળજબરીપૂર્વક મેમો ફાડવા સાથે જ અભદ્રતાનો આરોપ લગાવ્યો છે. બુધવારે સાંજે કટઘર વિસ્તારમાં સ્થિત રામલીલા ગ્રાઉન્ડમાં ભાજપની બેઠક હતી, ત્યારબાદ બધા લોકો ત્યાંથી રવાના થયા હતા.

રાજપતનગર પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રબોધ કુમાર સિંહ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. એક ગાડીથી ભાજપના બૂથ અધ્યક્ષ સુખદેવ રાજપૂત જઈ રહ્યા હતા. તેમને રોકવામાં આવ્યા અને હેલમેટ ન હોવાના કારણે તેમનો 1000 રૂપિયાનો મેમો ફાડી દીધો. તેના પર ભાજપના નેતા સુખદેવ રાજપૂત તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે તેનો હેલમેટ ચોરી થઈ ગયો હતો અને પોલીસ સ્ટેશનના પ્રભારીએ તેની વાત ન સાંભળી. અને બળજબરીપૂર્વક 1000 રૂપિયાનો મેમો ફારી દીધો.

ત્યારબાદ લાજપતનગર પોલીસ સ્ટેશન બહાર મંડળ અધ્યક્ષ સહિત ડઝનથી વધારે ભાજપના કાર્યકર્તા એકત્ર થઈ ગયા અને હોબાળો શરૂ કરી દીધો. થોડા સમય બાદ ઘટનાસ્થળ પર ભાજપના પદાધિકારી પહોંચ્યા અને મામલો થાળે પડ્યો. પોલીસ દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવાનું આશ્વાસન મળ્યા બાદ બધાને પરત મોકલવામાં આવ્યા. હવે એ તો તપાસ બાદ જ ખબર પડશે કે શું પોલીસ સ્ટેશનના પ્રભારી દ્વારા ભાજપના નેતા સાથે અભદ્રતા કરવામાં આવી હતી કે પછી હેલમેટ ન હોવાના કારણ માત્ર મેમો ફાડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં મુરાદાબાદમાં પોલીસ દ્વારા ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેથી ઘણા લોકો હેલમેટ વિના વાહન ચલાવતા પકડાઈ રહ્યા છે. લોકો માત્ર મુખ્ય રોડ પર કે હાઇવે પર હેલમેટ પહેરી લે છે. આ અભિયાનથી લોકોને પરેશાની તો થાય છે, પરંતુ તેમને હેલમેટનું મહત્ત્વ આ જ પ્રકારની સખ્તાઈથી સમજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp