કલંક સાથે નહીં જીવી શકું..., સોશિયલ મીડિયા પર લાઈવ આવ્યા બાદ BJP નેતાએ ખાધું ઝેર

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ખેડૂત મોરચાના જિલ્લા મંત્રી વીર સિંહ સૈનીએ શનિવારે રાત્રે ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ અગાઉ તેઓ સોશિયલ મીડિયા પર લાઈવ આવ્યા હતા. તેમણે પોતાના વિવાદ બાબત જણાવ્યું હતું કે, 3 દિવસ અગાઉ લાડલા બાદ મંદિરમાં તેમને અને તેમની પત્નીને નિર્દયી માર મારવામાં આવ્યો હતો. પછી કોઈ મહિલા દ્વારા તેના પર દુષ્કર્મના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. ઝેર ખાધા બાદ ભાજપના નેતાને મુરાદાબાદના આશિયાના કોલોની સ્થિત ગુપ્તા નર્સિંગ હોમમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

અહીં તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં તેમનું સ્વસ્થ સ્થિર છે. સોશિયલ મીડિયા પર જઈને ભાજપના નેતાએ કહ્યું કે, ‘કોઈ કયા પ્રકારે બદનામ કરે છે, 3 દિવસ અગાઉની ઘટના છે. મારી સાથે લાડલા બાદ મંદિરમાં ખૂબ મારામારી થઈ. પોલીસે મારી કોઈ ન સાંભળી. તેમણે અહીં સુધી કહ્યું કે, તમે બળાત્કાર કર્યો છે. પ્રશાસન મારી સાંભળવા તૈયાર નથી. મારી પાસે કોઈ વિકલ્પ નથી. પોલીસ સાથ આપવા તૈયાર નથી અને ખોટા કેસમાં મને ફસાવવાની ધમકી આપવામાં આવી રહી છે.

વીર સિંહ સૈનીએ આગળ કહ્યું કે, જો મારું મોત થાય છે, ત્યારબાદ પણ લોકો ભાજપને વોટ જરૂર આપે. પરંતુ કોઈ ગરીબ સૈની સમાજનો વ્યક્તિ પાર્ટીમાં ન આવે કેમ કે આ પાર્ટીમાં સન્માન મળતું નથી. હું આ કલંકને લઈને જીવિત નહીં રહી શકું. મારી સાથે ન્યાય થાય. જો હું ગુનેગાર છું તો મને ફાંસી આપો. જે પણ સજા હોય મને આપો, પરંતુ કલંક મને શોભા આપતું નથી. ન તો હું જીવી શકું છું. જે લોકોએ મને માર્યો છે, એ જ મારા મોતનું કારણ હશે. હવે સહન થતું નથી. હું પોતે પણ મરી શકું છું.

તેણે આગળ કહ્યું કે, મને ડિપ્રેશન થઈ રહ્યું છે. કોઈ પાસે સપોર્ટ મળ્યો નથી. ખોટો ફસાવીને મારી છબી ખરાબ કરવાનું કામ થઈ રહ્યું છે. આ સંદર્ભમાં SP દેહાત સંદીપ કુમાર મીણાએ હોસ્પિટલ પહોંચીને મુલાકાત લીધી અને જાણકારી આપી કે કાંઠ લાડલા પોલીસ સ્ટેશન બાદ મંદિરમાં મહાવીર સિંહ અને વીર સિંહ સૈની વચ્ચે કંઈક ઘટના થઈ હતી. ત્યારબાદ મહાવીર સિંહે છેડછાડની ફરિયાદ આપી હતી. તો વીર સિંહ સૈની તરફથી મારામારીની ફરિયાદ આપી. પોલીસ ટીમ તરફથી કેસ નોંધી લેવામાં આવ્યો છે. આજે વીર સિંહ સૈનીએ મંદિર પર જઈને ઝેર ખાઈ લીધું હતું, અત્યારે હૉસ્પિટલ લઈને આવ્યો છું. સારવાર ચાલી રહી છે. હાલમાં હોશમાં છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.