બાળકની બીમારીનો ઈલાજ નહોતો, એટલે ભાજપ નેતાએ પત્ની અને 2 બાળકો સાથે ઝેર ખાય લીધું

PC: vijayupadhyay.com

મધ્ય પ્રદેશમાં ભાજપના એક નેતાએ પત્ની અને બે બાળકો સાથે ઝેર ખાઇને મોતને વ્હાલું કરી દેતા ખળભળાટ મચી ગયો છે. ભાજપ નેતાએ અંતિમ પગલું ભરતા પહેલાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જે જોઇને સ્વજનોને કોઇ અપ્રિય ઘટનાની શંકા ગઇ, પરંતુ તેઓ નેતાના ઘરે પહોંચ્યા ત્યારે પરિવારના ચારેય લોકો જમીન પર બેહોશ પડેલા હતા. તેમના જીવ બચાવવીની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ પરિવારના ચારેય લોકો પ્રભુના પ્યારા થઇ ગયા.

પોતાના બે પુત્રોના અસાધ્ય રોગથી પરેશાન ભાજપના નેતા સંજીવ મિશ્રાએ પત્ની અને બે પુત્રો સાથે ગુરૂવારે સાંજે મધ્યપ્રદેશના વિદિશા શહેરમાં ઝેર ખાઇ લીધું હતું. જેના પરિણામે ચારેયના મોત થયા હતા. BJPના વિદિશા મંડલના પ્રમુખ સુરેન્દ્ર સિંહ ચૌહાણે કહ્યું કે મિશ્રા, જે અહીંના બંટી નગર વિસ્તારમાં રહે છે, તે હાલમાં  ભાજપના વિદિશા શહેર મંડલના ઉપાધ્યક્ષ હતા અને પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર પણ હતા.

ભાજપના નેતા સંજીવ મિશ્રાએ ગુરુવારે સાંજે એક પોસ્ટ લખી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ઇશ્વર દુશ્મનના બાળકોને પણ Duchenne muscular dystrophy(DMD) બિમારી ન આપે, સોશિયલ મીડિયાની પોસ્ટ જોઇને સંજીવ મિશ્રાના પરિચીત લોકોને શંકા ગઇ અને તેઓ તાત્કાલિક મિશ્રાના ઘરે ગયા હતા. ઘરે જઇને જોયું તો 45 વર્ષના સંજીવ મિશ્રા, 42 વર્ષના તેમના પત્ની નીલમ મિશ્રા, 13 વર્ષનો પુત્ર અનમોલ અને 7 વર્ષનો પુત્ર સાર્થક બેભાન અવસ્થામાં ઘરમાં પડેલા હતા. ચારેયના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા હતા, પરંતુ ચારેયના મોત થઇ ગયા છે.

વિદિશા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઉમાશંકર ભાર્ગવે કહ્યું, મિશ્રાના બંને પુત્રોને DMD, એક આનુવંશિક રોગ હતો જેનો કોઈ ઈલાજ નથી.તેમણે કહ્યુ કે મિશ્રાના ઘરેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી છે, જેમાં તેમણે લખ્યું છે કે તેઓ પોતાના બાળકોને બચાવી શકતા નથી એટલે પોતે હવે જીવવા માંગતા નથી.ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટે કહ્યું કે મિશ્રા, તેના પત્ની અને બાળકોએ સલ્ફાસ ખાઇ લીધું હતું, તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, પરંતુ ચારેયના મોત થઇ ગયા છે.

એડિશનલ સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સમીર યાદવે કહ્યું હતું કે પોલીસે આ મામલામાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. DMD એ આનુવંશિક અને ગંભીર રોગ છે જે સ્નાયુની નબળાઈ દ્વારા વર્ગીકૃત થયેલી છે જે સમય જતાં વધુ ખરાબ થાય છે. DMD મુખ્યત્વે છોકરાઓને અસર કરે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp