Video: BJP મહિલા નેતાની ગુંદાગર્દી, ગેરકાયદેસર કામને અટકાવનાર પોલીસને ચંપલથી...

PC: dnpindia.in

સતના જિલ્લાના ચિત્રકૂટમાં BJP મહિલા નેતાની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમા મહિલા નેતા પોલીસને ચંપલ વડે માર મારતી દેખાઈ રહી છે. એટલું જ નહીં, મહિલા નેતાએ પોતાના માણસો સાથે પોલીસની ટીમ અને તાલુકા અધિકારીને ધમકાવ્યા. ત્યારબાદ પોલીસ ટીમને અપશબ્દો પણ કહ્યા પછી જપ્ત કરવામાં આવેલા સામાનને છોડાવી લીધો. પોલીસે મામલો દાખલ કરી લીધો છે.

મામલો સતના જિલ્લાના ચિત્રકૂટના સુરંગી પથરા ગામનો છે. અહીં રાતના અંધારામાં ગેરકાયદેસર ઉત્ખનન કરી ખનીજની ચોરી કરવામાં આવી રહી હતી. વિસ્તારના લોકોની સૂચના પર તાલુકા અધિકારી સુમિત ગુર્જર અને પોલીસ એચ. એલ. મિશ્રાની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા. ટીમે જેસીબી મશીન, ટ્રેક્ટર-ટ્રોલી કબ્જે કરી લીધા. જેવી જાણકારી ચિત્રકૂટ નગર પંચાયત અધ્યક્ષ સાધના પટેલને મળી. તેઓ અડધી રાત્રે જ પોતાના માણસોને લઈને પથરા ગામ પહોંચી ગયા.

નગર પંચાયત અધ્યક્ષ સાધના પટેલે ખનીજ ચોરોને બચાવતા તાલુકા અધિકારી અને પોલીસ સાથે અભદ્રતા કરી. BJP સાથે સંબંધ ધરાવતી આ મહિલા નેતાએ પોલીસ ટીમ અને તાલુકા અધિકારીને અપશબ્દો કહ્યા. આ દરમિયાન તેમણે આરક્ષક શ્યામ લાલ કોરી પર ચંપલ વડે હુમલો કરી દીધો. અધિકારીએ તેમને મર્યાદામાં રહેવા માટે સમજાવ્યા, પરંતુ તેઓ અપશબ્દો બોલતા જ રહ્યા. તેમની સાથે આવેલા અન્ય લોકોએ લાકડી, કોદાળી અને કુહાડી વડે પોલીસ ટીમને ઘેરી લીધી. લાંબી જીભાજોડી બાદ ખનીજ ચોરોની જપ્ત કરેલી જેસીબી મશીન અને 7 ટ્રેક્ટર પણ પોલીસ પાસેથી છોડાવી લીધા.

એસડીઓપી ચિત્રકૂટ આશીષ જૈને જણાવ્યું કે, તાલુકા અધિકારી સુમિત ગુર્જરના આવેદન પર મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે. તેમા સાધના પટેલ, આદિત્ય પટેલ, છોટૂ પટેલ સહિત અડધો ડઝન કરતા વધુ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસ આરોપીઓને શોધી રહી છે. રાતના હંગામા બાદ સવારે નેતા સાધના પટેલ સતના પહોંચી. પોતાની ગાડીમાં હૂટર લગાવીને ઘણા નેતાઓને મળી.

આ દરમિયાન પરિવહન વિભાગે ગાડીને રોકીને હૂટર કઢાવ્યું અને 3000 રૂપિયા દંડ કર્યો. પરંતુ, પોલીસને તેમની શહેરમાં હાજરીની કોઈને જાણકારી ના આપી. જણાવવામાં આવી રહ્યું છે કે, મામલામાં સાધના પટેલના ભાઈ અને પરિવારના લોકો સામેલ હતા. સાધનાના અધ્યક્ષ બન્યા બાદથી જ ચિત્રકૂટ વિસ્તારમાં તમામ ગેરકાયદેસર કામો તેમના નજીકના લોકોએ શરૂ કરી દીધા છે. સાધનાનો ભાઈ આદિત્ય પટેલ બહેનની અધ્યક્ષતાનો રોફ જમાવીને ગેરકાયદેસર કામોનું ડીલિંગ અને મોનિટરીંગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp