બિહારમાં પોલીસનો લાઠી ચાર્જ, BJP નેતાનું મોત, રેલી કાઢી હતી, જુઓ વીડિયો

PC: jansatta.com

બિહારમાં શિક્ષકોની નિમણૂકને લઈને ભાજપે સરકાર સામે વિધાનસભાથી લઈને રસ્તા સુધી મોરચો ખોલ્યો છે. ભાજપના ધારાસભ્યોએ પહેલા  ગૃહમાં હંગામો મચાવ્યો હતો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. બાદમાં ગાંધી પ્રતિમા પાસેથી પદયાત્રા કાઢવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન વચ્ચે પટના પોલીસે વોટર ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો, જેમાં ભાજપના એક  નેતાનું મોત થયું છે. આ ઘટના પછી બિહારના રાજકારણમાં હંગામો મચી ગયો છે.

બિહાર વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ હંગામો મચાવ્યા પછી એક રેલી કાઢી હતી, જમાં ભાજપ નેતાઓ પર પોલીસે ડંડા વાળી કરી હતી. ભાજપ નેતાઓનું કહેવું છે કે પટનાના ડાકબંગલા ચાર રસ્તા પર પોલીસ બળ પ્રયોગ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જમાં  જહાનાબાદ નગરના ભાજપના મહામંત્રી વિજય કુમાર સિંહનું મોત થઇ ગયું હતું.

પોલીસે કરેલા લાઠીચાર્જમાં વિજય કુમાર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામા આવ્યા હતા, પરંતુ તેમનું મોત થઇ ગયું હતું. ભાજપ નેતાના મોત થી બિહારના રાજકારણમાં ભડકો થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે નિશાન સાધ્યું છે. જે પી નડ્ડાએ ટ્વીટ કરીને લખ્યું કે, પટનામાં ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ રાજ્ય સરકારની નિષ્ફળતા અને  બોખલાહટનું પરિણામ છે. ભ્રષ્ટાચારના કિલ્લાને બચાવવા માટે મહાગઠબંધન સરકાર લોકશાહી પર પ્રહાર કરી રહી છે, જેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેને બચાવવા માટે બિહારના મુખ્યમંત્રી  તેમની નૈતિકતા પણ ભૂલી ગયા છે.

બિહારના ભાજપ નેતા સુશીલ મોદીએ કહ્યું કે, પોલીસે લાઠીચાર્જ કર્યો, જેને કારણે વિજય કુમાર પડી ગયા હતા, તેમની તબિયત લથડી ગઇ હતી, તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ બચાવી શકાયા નથી.

આ પહેલાં ગુરુવારે બિહાર વિધાનસભામાં જોરદાર હંગામો જોવા મળ્યો હતો. શિક્ષકોની નિમણુંકનો  મુદ્દો ઉઠાવવાને કારણે સત્તા પક્ષ અને વિપક્ષ સામ સામે આવી ગયા હતા. ભાજપના ધારાસભ્યો વેલમાં પહોંચીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જે પછી માર્શલોએ ભાજપના બે ધારાસભ્યોનો ટીંગાટોળી કરીને સદનની બહાર પહોંચાડી દીધા હતા. એ પછી ભાજપના ધારાસભ્યો અને નેતાઓએ રેલી કાઢી હતી, જેની પર બિહાર પોલીસે લાઠીચાર્જ કરી દીધો હતો.

આ પહેલાં બુધવારે પણ બિહાર વિધાનસભામાં  બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના રાજીનામાની માંગ સાથે ભાજપે વિધાનસભામાં ખુરશીઓ ઉછાળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp