ઇદગાહ મેદાનમાં ગણેશ ઉત્સવ મનાવવાને લઈને કેમ વિરોધ થઈ રહ્યો છે?

કર્ણાટકના ઇદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થી દરમિયાન પંડાલ લગાવવાને લઈને ફરી એક વખત હોબાળો થઈ ગયો. જો કે, કર્ણાટક હાઇ કોર્ટે પંડાલ લગાવવાની મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ ધારવાડ મ્યુનિસિપલ કોર્પોરેશને હુબલીના ઇદગાહ મેદાનમાં ગણેશ ઉત્સવ માનવવાની મંજૂરી આપી. આ અગાઉ ભાજપના સ્થાનિક નેતા અનિશ્ચિતકાલીન ધરણાં પર બેસી ગયા હતા. પ્રશાસન પાસે મંજૂરી માગવાને લઈને ભાજપ નેતા 14 સપ્ટેમ્બરથી ધરણાં પર બેઠા હતા.
આ વિવાદ ગયા વર્ષે ગણેશ ચતુર્થીના તહેવારથી શરૂ થયો હતો. કર્ણાટક હાઇ કોર્ટે વર્ષ 2022માં ઇદગાહ મેદાનમાં ગણેશ પંડાલ લગાવવાની મંજૂરી આપી હતી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, આ મેદાન હુબલી ધારવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંપત્તિ છે. કોર્પોરેશન કોઈને પણ અહી કાર્યક્રમ કરવાની મંજૂરી આપી શકે છે. આ વખત પણ મામલો કોર્ટ સુધી પહોંચ્યો. મુસ્લિમ સંસ્થા અંજુમન-એ-ઇસ્લામ આ નિર્ણય પર રોક લગાવવાની માગ કરી રહી હતી.
#WATCH | Hubballi, Karnataka: BJP leader Mahesh Tenginakai along with supporters protested at the municipal corporation office demanding permission to install Lord Ganesh's idol at Idgah Maidan. pic.twitter.com/Op4PPiEe2X
— ANI (@ANI) September 15, 2023
15 સપ્ટેમ્બરના રોક કર્ણાટક હાઇ કોર્ટની ધારવાડ બેન્ચમાં ફરીથી આ કેસની સુનાવણી થઈ. જો કે, કોર્ટે ઇદગાહ મેદાનમાં ગણેશ ઉત્સવ મનાવવાના નિર્ણય પર મધ્યસ્થ રોક લગાવવાની ના પાડી દીધી. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, ભાજપના નેતાઓની માગ હતી કે ઇદગાહ મેદાનમાં પોતાનો તહેવાર માનવવાની મંજૂરી આપવામાં આવે. જેમ કે તેમને ગયા વર્ષે ભાજપની સરકારમાં મળી હતી. હુબલી ધારવાડ પશ્ચિમથી મેયર અરવિંદ બેલાડ, વીની ભારદ્વાજ અને ઘણા ભાજપના નેતાઓએ તેને લઈને હુબલી ધારવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કાર્યાલય બહાર ધરણાં શરૂ કર્યા.
#WATCH | Karnataka: Hubballi-Dharwad Municipal Corporation Commissioner Ishwar Ullagaddi hands over permission letter to Sanjeev Badaskar, president, Rani Channamma Maidan Gajanan Utsav Mahamandali, to install a Ganesha idol at Idgah Maidan. pic.twitter.com/gXIlf6OInH
— ANI (@ANI) September 15, 2023
તેમણે કહ્યું કે, પાલિકા સાથે વાતચીતનું કોઈ સમાધાન ન નીકળી શક્યું. સાથે જ નેતાઓએ પાલિકા પર કોંગ્રેસ સરકારની કઠપૂતળી હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, પાલિકા એમ કરીને ભગવાન ગણેશના ભક્તોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે. પોતાનો વિરોધ નોંધાવવા માટે ભાજપ નેતા પાલિકાની ઓફિસ બહાર જ સૂઈ ગયા. આગામી દિવસે 15 સપ્ટેમ્બરના રોજ હુબલી ધારવાડ સેન્ટ્રલ વિધાનસભાના ધારાસભ્ય મહેશ તેંગિનાકોઈ પણ ધરણાં પર પહોંચ્યા. અહી ભાજપના નેતાઓએ શપથ લીધા કે ભલે મ્યુનિસિપલ કોર્પોરેશન મંજૂરી આપે કે નહીં. તેઓ ઇદગાહ મેદાનમાં ગણેશ પંડાલ લગાવશે.
ત્યારબાદ ભાજપના નેતાઓએ પાલિકા પર તાત્કાલિક મંજૂરી આપવાનો દબાવ બનાવ્યો. સાંજ થતા થતા પ્રદર્શનકારી પાલિકાના કમિશનરને તાત્કાલિક પોતાના નિર્ણયની જાહેરાત કરવાની માગ કરવા લાગ્યા. એ સમયે કમિશનર પોતાના કાર્યાલયમાં નહોતા. પ્રદર્શનકારીઓએ એ જોઈને રોડ જામ કર્યો. તેમને અહી મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનું પૂતળા દહન પણ કર્યું. તેના કારણે પોલીસ કમિશનરને અહી આવવા મજબૂર થવું પડ્યું. આ આખા હોબાળા બાદ 15 સપ્ટેમ્બરની મોડી રાત્રે લગભગ 11:30 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યાલયે અહી ગણેશ ઉત્સવ મનાવવાની મંજૂરી આપી દીધી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઇશ્વર ઉલ્લાગડ્ડીએ કહ્યું કે, ‘હાઇ કોર્ટના આદેશ મુજબ, અમે ઇદગાહ મેદનમાં ગણેશ ઉત્સવ મનાવવા માટે 3 દિવસની મંજૂરી આપી છે. હુબલીના ઇદગાહ મેદાનને લઈને વર્ષોથી વિવાદ રહ્યો. 1921માં મેદાન અંજુમન-એ-ઇસ્લામને 999 વર્ષની લીઝ પર આપી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદ અહી ઘણી દુકાનો ખૂલી ગઈ. તેને લઈને કોર્ટમાં કેસ થયો. વર્ષોના કેસ બાદ સુપ્રીમ કોર્ટે વર્ષ 2010માં તેને પાલિકાની સંપત્તિ જાહેર કરી હતી. કોર્ટે અંજુમન-એ-ઇસ્લામને અહી વર્ષમાં 2 વખત પ્રાર્થના કરવાની મંજૂરી આપી. સાથે એ શરત પણ રાખી કે મેદાન પર કોઈ સ્થાયી બિલ્ડિંગ નહીં બનાવવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp