ભાજપના નેતા રાજુ ઝાની હત્યા, ધડાધડ વરસી ગોળીઓ, બે ઇજાગ્રસ્ત

PC: abplive.com

પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા રાજૂ ઝાની હત્યા થઈ ગઈ છે. તેઓ કોલકાતા જઈ રહ્યા હતા, ત્યારે બદમાશોએ શક્તિગઢ વિસ્તારના અમરામાં એક મીઠાઈની દુકાન બહાર પહોંચ્યા ત્યારે તેમના પર હુમલો થઈ ગયો. રાજૂ ઝા જ્યારે દુકાન બહાર પોતાની કારની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે એક કારમાં 2 બદમાશ ત્યાં પહોંચ્યા. પોલીસના જણાવ્યા મુજબ, એક આરોપીએ રૉડથી તેમની કારની કાચ તોડી દીધી, જ્યારે બીજાએ તેમના પર ગોળીઓ ચલાવવાની શરૂઆત કરી દીધી.

પોલીસના જણાવ્યા મુજબ, તેમના પર એટલી ગોળીઓ વરસાવવામાં આવી કે ઘટનાસ્થળ પર જ તેમનું મોત થઈ ગયું. તેમની સાથે ઉપસ્થિત અન્ય 2 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગઈ છે. રાજૂ ઝા હૉટલ વ્યવસ્થા સાથે જોડાયેલા હતા અને ગત વિધાનસભા અગાઉ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. તેમની કોયલા તસ્કરી કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. હત્યાકાંડ બાદ જ આરોપી ફરાર છે. પોલીસ જણાવ્યું કે, ઇજાગ્રસ્તોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સીનિયર પોલીસ અધિકારીઓએ ઘટનસ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે જણાવ્યું કે, તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ગાડીમાં 4 લોકો હતા. પોલીસનું કહેવું છે કે, કેસની તપાસ કરવામાં આવી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વ્યાવસાયિક શત્રુતાના કારણે તેમની હત્યા કરી દેવાં આવી. ઉલ્લેખનીય છે કે, રજૂ ઝા પર આસનસોલ-દુર્ગાપુર સિવાય બાકુડા પોલીસ સ્ટેશનમાં પણ કોયલા તસ્કરીના ઘણા કેસ નોંધાયેલા હતા. શરૂઆતી દિવસોમાં રાજૂ ઝા રાનીગંજ વિસ્તારમાં સાઇકલ ચોરીમાં સામેલ હતા. પછી એ ક્ષેત્રમાં ગેરકાયદેસર કોયલના બિઝનેસમાં સામેલ થઈ ગયા.

રાજુ ઝાએ કોયલા માફિયાઓ સાથે હાથ મળાવી લીધા. વામ શાસન દરમિયાન રાજૂ  ઝા એક નાનકડા સાઇકલ ચોરથી કુખ્યાત માફિયા બની ગયા. તેમણે આ અવધિ દરમિયાન ગેરકાયદેસર કોયલા વેપાર સિન્ડિકેટ લોન્ચ કર્યું હતું. કુખ્યાત કોયલા માફિયા રાજૂ ઝાનું સામ્રાજ્ય ફળ્યું-ફૂલ્યું. આસનસોલ-દુર્ગાપુર વિકાસ મંડળમાં રાજૂ ઝા એક બાદ એક જમીનના માલિક બનતા ગયા. રાજૂ ઝા દ્વારા આસનસોલ અને દુર્ગાપુરથી કોલકાતાના ધર્મતલા અને કરુણામયી માર્ગો પર પહેલી AC વોલ્વો સેવા શરૂ આકરી હતી. પછી તેમણે હોટલ વ્યવસાયમાં રોકાણ કર્યું, પરંતુ રાજ્યમાં રાજનૈતિક બદલાવોએ કેરકાયદેસર કોયલાના બિઝનેસને કાબૂમાં કરી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp