ચાઈનીઝ માંઝાથી ભાજપના નેતાનું નાક અને હોઠ કપાઈ ગયા, બાઇક પર જતી વખતે થયો અકસ્માત

PC: aajtak.in

સરકારે ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મુક્યો હોવા છતા ઘણા લોકો તેનો ઉપયોગ કરવાનું ટાળતા નથી. અને તે ચાઈનીઝ માંઝાના કારણે નિર્દોષ લોકો ઘાયલ થતા હોય છે. તો આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશમાં બન્યો છે. ભાજપ ના એક નેતા આ પ્રતિબંધિત ચાઈનીઝ માંઝાની ઝપેટમાં આવી જતા ગંભીર રીતે ઘાયલ થયા છે.દીનદયાળ મંડળના કાર્યાલય મંત્રી વિષ્ણુ પોરવાલ એક સંબંધી સાથે બાઇક પર જઈ રહ્યા હતા, આ દરમ્યાન ઋષિનગરમાં ચાઈનીઝ માંઝો તેમના ચહેરા પર ફસાઈ ગયો.

મધ્યપ્રદેશના ઉજ્જૈન (MP ઉજ્જૈન)માં ચાઈનીઝ માંજાની ઝપેટમાં આવી જતાં એક બીજેપી નેતાનું નાક અને હોઠ કપાઈ ગયા હતા. આ દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ ભાજપના નેતાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

વાસ્તવમાં, 40 વર્ષીય વિષ્ણુ પોરવાલ ભાજપના દીનદયાળ મંડળના કાર્યાલય મંત્રી છે. વિષ્ણુ પોરવાલ શુક્રવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બાઇક પર જઇ રહ્યા હતા. તે જ સમયે રસ્તામાં તેમના ચહેરા પર એક ચાઈનીઝ માંઝો અચાનક ફસાઈ ગયો. જેના કારણે તેમના હોઠ અને નાક કપાઈ ગયા હતા.

આ પછી વિષ્ણુને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, વિષ્ણુ અગ્રવાલ ચાઈનીઝ માંઝાની ટક્કરથી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.

જેના કારણે ડોક્ટરોએ સર્જરી વિશે જણાવ્યું છે. જણાવી દઈએ કે ચાઈનીઝ માંઝા પર પ્રશાસને પ્રતિબંધ લગાવી દીધો છે. આમ છતાં તેનો ઉપયોગ બંધ થતો નથી. આ મામલામાં ઉજ્જૈનના માધવ નગર પોલીસ સ્ટેશને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ લગાવ્યા બાદ પોલીસે લોકોને આ માંઝાનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. તેમ છતાં, જો કોઈ આ માંઝાનો ઉપયોગ કરે છે, તો લોકો શાંતિદૂત હેલ્પલાઈન નંબર 7049119001, કંટ્રોલ રૂમ 0734-2525253, 2527143 પર ફોન કરીને તેની માહિતી આપી શકે છે. આ સિવાય લોકો ડાયલ 100 પર માહિતી આપી શકે છે. માહિતી આપનારનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp