પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો-લાઠીચાર્જના કારણે નહીં આ કારણે થયુ BJP નેતાનું મોત

રાજધાની પટનામાં 13 જુલાઇના રોજ ભારતીય જનતા પાર્ટી (BJP)ની વિધાનસભા માર્ચમાં પોલીસ લાઠીચાર્જ પર જોરદાર હોબાળો જોવા મળ્યો. આ દરમિયાન જહાનાબાદથી આવેલા ભાજપના પદાધિકારી વિજય સિંહનું મોત થઈ ગયું હતું. ભાજપ નેતૃત્વ તેના માટે સરકાર અને પોલીસની કાર્યવાહીને જવાબદાર ઠેરવી રહ્યું છે. તેનું સ્પષ્ટ કહેવું છે કે, પોલીસ લાઠીચાર્જના કારણે વિજય સિંહનું મોત થઈ ગયું. જો કે, હવે સામે આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાજપના નેતાના મોતને લઈને મોટો ખુલાસો થયો છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, ભાજપના નેતાનું મોત લાઠીચાર્જથી નહીં, પરંતુ હૃદય સંબંધિત બીમારીથી થયું છે. રિપોર્ટ મુજબ, કાર્ડિયાક અરેસ્ટથી વિજય સિંહનું મોત થયું છે. રાજ્ય સરકારનો દાવો છે કે, 13 જુલાઇના રોજ પટનામાં વિધાનસભા માર્ચ દરમિયાન ભાજપના પદાધિકારી વિજય કુમાર સિંહનું મોત હૃદય સંબંધિત બીમારીના કારણે થયું. આ સંબંધમાં પટના પ્રશાસન તરફથી ગુરુવારે સાંજે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપે આરોપ લગાવ્યો હતો કે, વિજય સિંહનું મોત પોલીસ કાર્યવાહીના કારણે થયું.

પટના મેડિકલ કોલેજ હૉસ્પિટલ (PMCH) તરફથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. કહેવામાં આવ્યું કે, જહાનાબાદના રહેવાસી વિજય સિંહના મોતનું યોગ્ય કારણ જાણવા માટે હિસ્ટોપેથોલોજિકલ તપાસ કરવામાં આવી. જિલ્લા પ્રશાસને કહ્યું કે, ઘણી તપાસ બાદ મેડિકલ બોર્ડે જણાવ્યું કે, મોત હૃદય રોગ અને તેની સાથે જોડાયેલી જટિલતાઓના કારણે થયું. હૉસ્પિટલ પ્રશાસનના રિપોર્ટનો ઉલ્લેખ કરતા જિલ્લા પ્રશાસને પણ દાવો કર્યો કે, CCTV ફૂટેજથી એ પણ સ્પષ્ટ છે કે મૃતક ભાજપના પદાધિકારી બેહોશ થવાની ઘટના છજ્જુ બાગ વિસ્તારમાં થઈ.

આ ઘટના બપોરે 1:22 વાગ્યે થઈ, તો લાઠીચાર્જની ઘટના 1:27 વાગ્યે થઈ. બીજી તરફ ડાકબંગલા ચોક ક્ષેત્રમાં થઈ. જો કે, ભાજપે જિલ્લા પ્રશાસનના દાવાઓનું ખંડન કર્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ પોસ્ટમોર્ટમ વીડિયો ફૂટેજની માગ કરી છે. સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, રાજ્ય સરકાર ઘટના પર માત્ર લીપાપોતી કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ લાવવામાં 8 દિવસ લાગી ગયા. એ સિવાય સ્વર્ગીય વિજય સિંહ પૂરી રીતે સ્વસ્થ હતા અને તેમને કોઈ સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યા નહોતી. અમે પોતાના સ્તરથી ઘટનાની તપાસ કરીશું. અમે પોસ્ટમોર્ટમ વીડિયો ફૂટેજની માગ કરીએ છીએ.

બીજી તરફ JDUએ ભાજપ પર પોતાના પદાધિકારીના મોત પર રાજનીતિક લાભ હાંસલ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેને કહ્યું કે, ભાજપની ટેવ રહી છે. અહીં સુધી કે, વર્ષ 2013માં જ્યારે ગાંધી મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં આતંકી હુમલામાં 6 લોકોના મોત થઈ ગયા હતા, ત્યારે પણ નોકરી આપવા અને મૃતકના પરિવારની દેખરેખ કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ કંઈ ન થયું. JDU MLC અને પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે, આ વખત પણ કંઈક એવું જ કરી રહ્યા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.