CM ગેહલોતના મતે BJP નેતાઓ અને મંત્રીઓએ નીતિન ગડકરી પાસેથી આ શીખવા જેવું છે

PC: etvbharat.com

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ રાજસ્થાનના પ્રતાપગઢમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 નો શિલાન્યાસ કર્યો અને એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન મુખ્યમંત્રી ગેહલોતે ગડકરીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે ગડકરીની જેમ ભાજપના અન્ય નેતાઓએ પણ પાર્ટીના અન્ય નેતાઓ, સાંસદો અને ધારાસભ્યોની વાત સાંભળવી જોઈએ.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીનો આભાર વ્યકત કરતા કહ્યું હતું કે, રાજસ્થાનમા જે રીતે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે યોજના બનાવીને સાથે તેનો અમલ પણ કર્યો છે તે સરાહનીય છે. મુખ્યમંત્રી ગેહલોતે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમરના નામનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેમણે એક વખત ભાષણમાં એવું કીધુ હતું કે નીતિન ગડકરી એવા નેતા છે જે ધારાસભ્યો હોય, સાંસદો હોય કે અન્ય નેતા હોય બધાની વાત સાંભળે છે એટલું જ નહીં, પરંતુ તેની પર અમલ પણ કરે છે.

ગેહલોતે આગળ કહ્યું કે હું નરેન્દ્ર તોમરની વાત સાથે સંપૂર્ણ સમંત છું. તેમણે કહ્યું કે હું તો મંત્રીને વિનંતી કરીશ કે તેઓ પોતાના મિત્રોને પણ કહે તે નીતિન ગડકરી જે રીતે બધી પાર્ટીઓના નેતાની વાત સાંભળે છે એ રીતે તેઓ પણ બધાની વાત સાંભળે તો રાજ્યોમાં ઝડપથી કામ થઇ શકશે.

મુખ્યમંત્રી ગેહલોતે નીતિન ગડકરીનો આભાર માન્યો અને કહ્યું કે મારા પગમાં ફ્રેક્ચર છે, નહીંતર હું પોતે આ કાર્યક્રમમાં ભાગ લેવા પ્રતાપગઢ પહોંચ્યો હોત, પરંતુ મજબૂરીમાં મારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાવું પડ્યું. CM ગેહલોતે કહ્યું કે રાજસ્થાનનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા પછી જ શક્ય બનશે કે રાજસ્થાનને આપણે વધુને વધુ નેશનલ હાઈવે કેવી રીતે આપી શકાય. એની જરૂર એટલા માટે પણ છે રે રાજસ્થાનની ભૌગોલિક સ્થિતિ અલગ  છે.રાજસ્થાન દેશનું સૌથી મોટું રાજ્ય છે. તેમાં જે રીતે નેશનલ હાઈવે બનાવવામાં આવી રહ્યા છે તે જોતા એક વાત કહી શકાય કે એક સમય હતો જ્યારે રાજસ્થાન ગુજરાત કરતાં ઘણું પાછળ હતું, આજે નેશનલ હાઈવે બનવાના અભિયાન સાથે અમે લોકોએ સ્ટેટ હાઇવે બનાવવામાં કોઇ કસર છોડી નથી.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે જીલ્લા સ્તરે પણ અમે રસ્તાઓ બનાવી રહ્યા છીએ અને જ્યાં 250ની વસ્તી છે ત્યાં પણ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. રાજસ્થાન રસ્તાઓની બાબતમાં ઘણી પ્રગતિ કરી રહ્યું છે. આ પછી મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાતો માટે નીતિન ગડકરીનો આભાર માન્યો અને કહ્યું કે આ જાહેરાતો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં 1.32 લાખ કિલોમીટર રસ્તાઓનું નેટવર્ક  ફેલાવવામાં આવ્યું છે, જેમાંથી 61 હજાર કિલોમીટર પૂર્ણ થઈ ચૂક્યું છે અને 71 હજાર કિલોમીટર પર કામ ચાલી રહ્યું છે. તેમાં હાઇવે અને ROB પણ છે. આ રીતે રાજસ્થાનમાં રસ્તાઓનું જે નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે તે જોતાં ભવિષ્યમાં કહી શકાય કે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, ડિસ્ટ્રિક્ટ હાઈવે સહિત રાજસ્થાનના રસ્તાઓ દેશમાં મોખરે રહેશે અને તેના વિશે કોઇ ફરિયાદ નહીં રહે. સાથેજ ગેહલોતે બાંદીકુઇથી જયપુર અને જોધપુરથી પચપદરાને જોડતા રસ્તાની પણ માંગ કરી છે. તેમણે કહ્યું કે જો આ યોજના સાકાર થશે તો રાજસ્થાનના લોકોને લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp