ભાજપના ધારાસભ્યના ભાઇ પર દુષ્કર્મનો આરોપ, વિદ્યાર્થિની બોલી-હોટલમાં ખોટું કર્યું

ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્યના ભાઇ તરફથી કરવામાં આવેલા દુષ્કર્મની ઘટના છતરપુર જિલ્લાના ચંદલા વિસ્તારમાં સામે આવી છે. છોકરીએ ચંદલાથી ભાજપના ધારાસભ્ય રાજેશ પ્રજાપતિના ભાઇ કમલેશ પ્રજાપતિ પર આરોપ લગાવ્યો છે. તેણે જણાવ્યું કે તે ધારાસભ્યના ગામની રહેવાસી છે અને તેના ગામના પરિવાર સાથે જોડાયેલી છે. મારી ઉંમર 17 વર્ષ છે. હું લવકુશ નગરના મુડેરી ગામની રહેવાસી છું. મુડેરીના ધારાસભ્ય રાજેશ પ્રજાપતિનું પૈતૃક ગામ છે. ધારાસભ્યનો નાનો ભાઇ કમલેશ પ્રજાપતિ અમારા પરિવારનો સભ્ય જેવો છે.

તેનું ઘર પર આવવા-જવાનું હતું. લગભગ 10 મહિના અગાઉ તે મને વાતોમાં ફસાવીને લવકુશ નગરના પંકજ પાર્કની પાછળ રહેતા બબલુ પ્રજાપતિના ઘરે લઇ ગયો. જ્યાં તેણે મારી સાથે ખરાબ કામ કર્યું. જ્યારે મેં તેનો વિરોધ કર્યો તો તેણે મને જીવથી મારવાની ધમકી આપી. કહ્યું કે, હું પહેલા પણ હત્યા કરી ચૂક્યો છું, મારો ભાઇ ધારાસભ્ય છે મને કોઇનો ડર નથી. જો તે આ વાત કોઇને કહી તો તારી હત્યા કરી દઇશ. ડરના કારણે ચૂપ રહી. મારા ડરે કમલેશના હોસલાને વધારી દીધો.

ત્યારબાદ તેણે ઘણી વખત બળજબરીપૂર્વક મારું શારીરિક શોષણ કર્યું. 15-16 જુલાઇના રોજ તે મને મહોબાની રાજમહલ હોટલ લઇ ગયો, જ્યાં તેણે ફરીથી મારી સાથે શારીરિક સંબંધ બનાવ્યા. તે મને રૂપિયાની લાલચ આપતો, સાથે જ બળજબરીપૂર્વક દારૂ પણ પીવાડતો. જ્યારે હું પ્રેગ્નેન્ટ થઇ ગઇ તો તેણે ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવીને મારો એક મહિનાનો ગર્ભ પડાવી દીધો. કમલેશની હરકતોથી પરેશાન થઇને પહેલા પોતાની માતાને હકીકત કહી.

ત્યારબાદ 31 જાન્યુઆરીના રોજ લવકુશનગર સ્થિત કમલેશન ઘરે પહોંચી તો ધારાસભ્યના નાના ભાઇ કમલેશની પત્ની અર્ચનાએ મારી સાથે મારામારી અને અને ઉપરથી મારા પર જ મારમારીનો આરોપ લગાવીને લવકુશ નગર પોલીસ સ્ટેશનમાં FIR કરાવી દીધી. હું જ્યારે પોતાની ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન પહોંચી તો પોલીસે બંને પક્ષોની મહિલાઓ પર સામાન્ય મારામારીની કલમોમાં કેસ નોંધી લીધો, જ્યારે દુષ્કર્મની ફરિયાદનો ઉલ્લેખ જ ન કર્યો.

ધારાસભ્યને પણ બધી ખબર છે, પરંતુ તેણે ના પાડી દીધી કે હું તમારા લોકોની મદદ નહીં કરી શકું. શુક્રવારે પીડિતા પોતાની માતા સાથે છતરપુર ગઇ. આ કેસની ફરિયાદ સાથે પોલીસ અધિક્ષકને મળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ ઓફિસમાં નહોતા. છોકરીનો આરોપ છે કે SP ન હોવા પર કોઇ બીજા અધિકારીએ તેની અરજી પણ ન લીધી. લવકુશનગર પોલીસ સ્ટેશનની પોલીસ પહેલા જ ધારાસભ્યના દબાવમાં કંઇ કરી રહી નથી. હવે જિલ્લા મુખ્યાલય પર પણ કોઇએ તેની ફરિયાદ ન સાંભળી. છોકરીને માતાએ રડતા ન્યાયની માગણી કરી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.