BJP MLAની પત્નીએ પોતાની જગ્યાએ સરકારી શાળામાં લગાવી પ્રાઇવેટ ટીચર અને પગાર...

PC: facebook.com/drmanojhamirpur

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ડૉ. મનોજ પ્રજાપતિની સરકારી શિક્ષિકા પત્ની શાળાએ ગયા વિના જ વેતન લઈ રહી છે. આ ઘટના સામે આવ્યા બાદ જિલ્લામાં ધારાસભ્યના દબદબાની ચર્ચા થઈ રહી છે. હમીરપુર સદર સીટ પરથી ભાજપના ધારાસભ્ય ડૉ. મનોજ પ્રજાપતિની સરકારી શિક્ષિકા પત્ની દેશપ્રાચી ચક્રવર્તી મહિનામાં માત્ર એક વખત શાળાએ જાય છે અને આખા મહિનાની હાજરી પૂરીને આખો પગાર પચાવી જાય છે.

મજાની વાત એ છે કે તેની તૈનાતી પતિના પૈતૃક ગામ પૌથિયામાં જ છે. પોતાની જગ્યાએ દેશપ્રાચીએ ગામની જ એક યુવતીને 5 હજાર રૂપિયા મહિના પર રાખી છે. આ બાબતે એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જો કે, અમે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી. જિલ્લામાં સુમેરપુર વિકાસ ખંડ ‘પૌથિયા’ ગામ ભાજપના ધારાસભ્ય ડૉ. મનોજ પ્રજાપતિનું પૈતૃક ગામ છે. ધારાસભ્યની પત્ની દેશપ્રાચી ચક્રવર્તી, ગામની કન્યા પ્રાથમિક શાળામાં સહાયક અધ્યાપિકાના પદ પર ફરજ બજાવે છે.

પતિ સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય બન્યા બાદ તેમનું દબદબો હજુ વધી ગયો છે. હવે તે મહિનામાં માત્ર એક દિવસ શાળાએ જાય છે અને તે પણ હાજરી રજીસ્ટરમાં મહિનાની સહી કરવા માટે, દેશપ્રાચીએ ગામની જ શ્રેયા સચાનને 5 હજાર રૂપિયા મહિનામાં પોતાની જગ્યાએ ભણાવવા રાખી છે. વાયરલ વીડિયોમાં મુખ્ય શિક્ષિકા પુષ્પા સચાન કહે છે કે, દેશપ્રાચી મહિનામાં એક વખત આવે છે અને બધા દિવસોની સહી કરીને પાછી જતી રહે છે.

તેણે પોતાની જગ્યાએ ખાનગી શિક્ષિકાને ભણાવવા માટે લગાવી છે. આ વાતની પુષ્ટિ શાળામાં ભણનારી વિદ્યાર્થિનીઓ પણ કરી રહી છે. વિદ્યાર્થિનીઓ કહી રહી છે કે દેશપ્રાચી મેડમ એક દિવસ આવે છે અને તરત જતી રહે છે. ઘણી વિદ્યાર્થિનીઓ તો તેને ઓળખતી પણ નથી. ભાજપના ધારાસભ્યનો મામલો હોવાના કારણે બેઝિક શિક્ષણ વિભાગ અને ઉચ્ચ અધિકારી પર મૌન સાધીને બેઠા છે.

આ બાબતે BSA આલોક સિંહનું કહેવું છે કે તેઓ આ બાબતની તપાસ કરાવશે અને જે પણ દોષી હશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. વીડિયો વાયરલ  થયા બાદ સદરના ધારાસભ્ય ડૉ. મનોજ પ્રજાપતિ તેને વિરોધીઓનું ષડયંત્ર બતાવીને સફાઇ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્યનું કહેવું છે કે તેમની પત્ની બીમારીના કારણે માત્ર 4 દિવસ શાળાએ નહોતી ગઈ. તેનો ફાયદો ઉઠાવીને વિરોધી તેને મુદ્દો બનાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp