- National
- લાંચ લેવાના કેસમાં BJP ધારાસભ્યની ધરપકડ, ઘરેથી મળ્યા હતા 7 કરોડ
લાંચ લેવાના કેસમાં BJP ધારાસભ્યની ધરપકડ, ઘરેથી મળ્યા હતા 7 કરોડ
કર્ણાટક હાઇકોર્ટ તરફથી મધ્યસ્થ જામીન અરજી ફગાવ્યાં બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય મદલ વિરૂપક્ષપ્પાની લાંચના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મદલ વિરૂપક્ષપ્પાની સોમવારે (27 માર્ચના રોજ) તુમકુરુમાં ક્યાથાસંદ્રા ટોલ પ્લાઝા પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય વિરૂપક્ષપ્પાનો પુત્ર પ્રશાંત મદલને લોકાયુક્ત અધિકારીઓએ એક કોન્ટ્રાકટર પાસેથી 40 લાખ રૂપિયાની લાંચ લેતા 2 માર્ચના રોજ રંગે હાથે પકડ્યો હતો.
આરોપ છે કે, KSDL કાર્યાલયમાં પોતાના પિતા તરફથી આ રકમ લઈ રહ્યો હતો. વિરૂપક્ષપ્પાના અવાસ પરથી 7 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. હાઇ કોર્ટે ગયા અઠવાડિયે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. ન્યાયાધીશ કે. નટરાજને ચન્નાગિરીથી ધારાસભ્ય વિરૂપક્ષપ્પાના અગ્રિમ જામિન અરજી ફગાવી દેવામાં આવી હતી.

શું છે આખો મામલો?
દીકરાની ધરપકડ બાદ વિરૂપક્ષપ્પાએ KSDLના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ કથિત કૌભાંડ KSDLમાં રસાયણના પુરવઠા સંબંધિત છે, જેમાં 81 લાખ રૂપિયાની લાંચ લાગવાનો આરોપ છે. પ્રશાંત મદલ બેંગ્લોર જળ પુરવઠા અને સીવરેજ બોર્ડના મુખ્ય લેખા અધિકારી છે. કેસની તપાસ કરી રહેલી લોકાયુક્ત પોલીસે કહ્યું હતું કે, આ લાંચ કર્ણાટક સાબુ અને ડિટર્જન્ટ લિમિટેડના કાચા માલના પુરવઠા માટે એક ટેન્ડર હાંસલ કરવા માટે હતી.
ધારાસભ્યએ પોતાના પર લાગેલા આરોપોનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે, તેમને રાજનૈતિક પ્રતિદ્વંદ્વિઓ તરફથી ફસાવવામાં આવી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે તેમનો દીકરો જે લાંચ લેતા રંગે હાથે પકડાયો હતો, નિર્દોષ હતો. ધારાસભ્યએ દાવો કર્યો કે તેના દીકરાને કાર્યાલયમાં ષડયંત્ર હેઠળ પૈસા મોકલવામાં આવ્યા હતા. લોકાયુક્ત પોલીસે આ કેસમાં 4 અન્ય લોકોની ધરપકડ કરી છે.

હાઇ કોર્ટે આ અગાઉ વિરૂપક્ષપ્પાને 5 લાખ રૂપિયાના ખાનગી બોન્ડ પર મધ્યસ્થ જામીન આપી દીધા હતા, જેથી તેમને ધરપકડમાંથી રાહત મળી હતી. ત્યારે જામીન મળવા પર તેમને ગૃહ નગરમાં સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. કોંગ્રેસે કર્ણાટકમાં સત્તાધારી પાર્ટીના એક ધારાસભ્યના પુત્રની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ બાદ શુક્રવારે કહ્યું કે, એ સાબિત થઈ ગયું છે કે રાજ્યમાં 40 ટકા કમિશન સરકાર છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પણ કહ્યું કે એ ખૂબ જ ખરાબ છે. એ સાબિત થઈ ગયું કે કર્ણાટકમાં 40 ટકા કમિશન સરકાર છે.

