વિધાનસભા બહારથી મહિલા MLAનું અપહરણ? બે દિવસ બાદ પોતે આવીને કહ્યું- 2 કરોડ...

બિહારમાં જંગલરાજ જેવી સ્થિતિ બની રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહિલા ધારાસભ્ય રશ્મિ વર્માનું રાજધાની પટનામાં બિહાર વિધાનસભા ભવન બહારથી અપહરણ કરી લેવામાં આવ્યું. મંગળવારે થયેલા અપહરણના કેસમાં ગુરુવારે FIR નોંધાવવામાં આવી છે. જેમાં મહિલા ધારાસભ્યએ અપહરણકર્તાઓ પર તેમને મોતિહારી લઈ ગયા બાદ પરિવારજનોને ફોન કરીને 2 કરોડ રૂપિયાની ખંડણી માગવાનો આરોપ લગાવ્યો છે. જો કે, તેમનું એમ પણ કહેવું છે કે તેમના પરિવારજનોએ ઘટનાસ્થળ પર પહોંચીને અપહરણકર્તાઓને ખંડણી આપ્યા વિના જ છોડાવી લીધા.

મહિલા ધારાસભ્ય રશ્મિ વર્માએ આ અપહરણનો આરોપ મોતિહારીના રહેવાસી સંજય સારંગપુરી પર લગાવ્યો છે, જેની સાથે ધારાસભ્યની કેટલીક આપત્તિજનક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ધારાસભ્યએ આ તસવીરોને પણ એડિટેડ બતાવતા તેમને બદનામ કરવાનું ષડયંત્ર બતાવ્યું હતું. બીજી તરફ સંજય સારંગપુરીએ પણ ધારાસભ્ય અને તેમના પરિવારજનો પર ઘરમાં ઘૂસીને લૂંટફાટ અને મારામારી કરવાનો આરોપ લગાવતા FIR નોંધાવી છે.

કોણ છે રશ્મિ વર્મા?

રશ્મિ વર્મા બિહારના પશ્ચિમી ચંપારણ જિલ્લાની નારકટિયાગંજ સીટથી ભાજપના ધારાસભ્ય છે. તેઓ પશ્ચિમ ચંપારણ જિલ્લાના ચર્ચિત શિકારપુર ઘરાનાના છે. તેમના પતિ આલોક વર્માનું નિધન થઈ ચૂક્યું છે. રશ્મિ વર્મા દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થિની છે. તેમણે મિરાંડા હાઉસ કોલેજથી વર્ષ 1988માં સ્નાતકની પદવી હાંસલ કરી. બે વખત ધારાસભ્ય બની ચૂકેલા રશ્મિએ JDUથી રાજનીતિની શરૂઆત કરી હતી, પરંતુ વર્ષ 2014માં તેઓ આચનક JDU છોડીને ભાજપની ટિકિટ પર પેટાચૂંટણી લડીને ધારાસભ્ય બની ગયા.

વર્ષ 2015માં તેમને નારકટિયાગંજ સીટથી ટિકિટ ન મળી, જેથી નારાજ થઈને તેમણે અપક્ષ ચૂંટણી લડી હતી. જેમાં ભાજપના ઉમેદવાર રેણું દેવીની હાર થઈ અને કોંગ્રેસના ઉમેદવાર વિનય વર્માની જીત થઈ હતી. જેથી રશ્મિ વર્માને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતા, પરંતુ વર્ષ 2020માં તેમની ફરી ભાજપમાં વાપસી થઈ. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં રશ્મિની ભાજપની ટિકિટ પર જીત થઈ.

પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં ધારાસભ્ય રશ્મિ વર્માએ મોતિહારી જિલ્લા સ્કૂલ પાસે રહેનારા સંજય સારંગપુરીને પોતાનો પૂર્વ પરિચિત બતાવ્યો છે. તેમણે કહ્યું કે, મંગળવારે વિધાનસભા બહાર નીકળવા પર પોતાની ગાડીમાં બેઠા સંજયે અવાજ કર્યો. મારા કારની અંદર બેસતા જ સંજયે બંદૂક માથે લગાવી દીધી અને તેનો ડ્રાઈવર ગાડી મોતિહારી લઈ ગયો. ત્યાં સંજયે મારા પરિવારજનોને ફોન કરીને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી, મારા પરિવારજનો પહોંચ્યા તો સંજય અને તેના પરિચિતોએ તેમના પર ફાયરિંગ કરી દીધી. ત્યારબાદ કોઈક રીતે હું મુક્ત થઈ.

ધારાસભ્ય તરફથી આવામાં આવેલી અરજી બાદ સંજય સારંગપુરીએ પણ નગર પોલીસ સ્ટેશનમાં અરજી આપીને ધારાસભ્ય રશ્મિ વર્મા, તેમના પુત્ર અંશુ કુમાર, નોકર છોટુ અને ડ્રાઈવર જિતેન્દ્ર પર ઘરમાં ઘૂસીને 3 લાખ ઘરેણાંની લૂંટફાટ, મારામારી કરવા અને જીવથી મારવાની ધમકી આપી છે. નગર પોલીસ સ્ટેશનના પોલીસ નિરીક્ષક વિશ્વ મોહન ચૌધરીએ જણાવ્યું કે, આ બાબતે FIR નોંધી લેવામાં આવી છે. તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ દોષી વિરુદ્ધ કાર્યવાહી થશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.