રાહુલ ગાંધી વિરુદ્ધ હવે આ રાજ્યમાં નોંધાશે માનહાનિનો કેસ! BJP નેતા બોલ્યા...

PC: theprint.in

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ફરી એક વખત વધી શકે છે. સુરત બાદ હવે કર્ણાટકમાં પણ તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવવાની તૈયારી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ લહર સિંહ સરોયાએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ભ્રષ્ટાચારના રેટ કાર્ડ જાહેર કર્યા છે. તેમણે અમારા રેટ બતાવ્યા છે. તેમણે ક્યારેય જીવનમાં બેઇમાનીની ચા પણ પીધી નથી. હવે હું રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ નોંધાવીશ. રાહુલ ગાંધીના એ ભ્રષ્ટાચાર રેટ કાર્ડથી તેમને દુઃખ થયું છે.

લહર સિંહ સરોયાએ જણાવ્યું કે, જે રીતે રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચારનો તેમના પર આરોપ લગાવ્યો છે, તેઓ તેનાથી ખૂબ જ વધારે દુઃખી થયા છે. તેમણે તેને કોંગ્રેસનું શરમજનક વલણ બતાવ્યું છે. એ માત્ર તેમની જ નહીં, પરંતુ આખા ડીપાર્ટમેન્ટ અને સરકારની બદનામી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ પર આપેલા નિવેદનને લઈને ઘણું બધુ સહન કરવું પડ્યું હતું. તેમની વિરુદ્ધ સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. જેમાં તેમને 23 માર્ચ 2023ના રોજ દોષી ઠેરવતા 2 વર્ષની સજા સંભળાવી હતી અને તેમની લોકસભાની સભ્યતા પણ જતી રહી હતી. ત્યારબાદ હવે કર્ણાટકમાં ફરીથી માનહાનિનો કેસ થયો તો તેમની મુશ્કેલી વધી શકે છે.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારને લઈને કોંગ્રેસે કોઈ કસર છોડી નથી. તેના માટે મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંક ગાંધી વાડ્રાએ સખત મહેનત કરી છે. પાર્ટીના આ દિગ્ગજોએ અત્યાર સુધી 43 રેલીઓ, 13 રોડ શૉ, મહિલાઓ અને યુવાનો સાથે 6 સંવાદ અને કાર્યકર્તાઓ સાથે 5 બેઠકો કરી ચૂક્યા છે. રવિવારે (7 મેના રોજ) બેંગ્લોરના શિવાજી નગરમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક સંયુક્ત રેલી કરશે. રાજ્યની 224 સભ્યોની વિધાનસભા માટે 10 મેના રોજ એક ચરણમાં મતદાન થશે. તેના પરિણામોની જાહેરાત 13 મેના રોજ થશે. ચૂંટણી પંચ મુજબ, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કુલ 5,21,73,579 મતદાતા પોતાના મતનો ઉપયોગ કરશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp