શું સાંસદને અપશબ્દો કહેનાર BJP MP રમેશ બિધુડીને ઇનામ મળ્યું?, મોટી જવાબદારી મળી

PC: facebook.com/ramesh.bidhuri.9

લોકસભામાં બહુજન સમાજ પાર્ટીના સાંસદને બેફામ અપશબ્દો બોલનારા ભાજપના સાંસદ રમેશ બિધુડી (Ramesh Bidhuri) સામે એક્શન લેવાની વાત તો સાઇડ પર રહી, પરંતુ આ સાંસદને ભાજપે મોટી જવાબદારી આપી દીધી છે. બિધુડીને રાજસ્થાનના ટોંકટો જિલ્લાના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

ભાજપનો આ નિર્ણય એવા સમયે સામે આવ્યો છે, જ્યારે એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ નેતા સચિન પાયલોટ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ટોંકટો વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી લડશે. ટોંકટોએ સચિન પાયલોટનો ગઢ કહેવામાં આવે છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી આ વર્ષમાં નવેમ્બરમાં થવાની છે.

ભાજપ તરફથી મળેલી મોટી જવાબદારી મળવા પછી રમેશ બિધુડી એક્શનમાં પણ આવી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જયપુરમાં ટોંકટોની સમન્યવય બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.પી. જોશી સાથે બેઠક કરી હતી.

આ બેઠક દરમિયાન રમેશ બિધુડીએ સંગઠનાત્મક કામ અને ચૂંટણીની તૈયારીઓની સાથે સેવા સપ્તાહના કાર્યક્રમોની પણ જાણકારી મેળવી હતી.

આ એ રમેશ બિધુડી છે જેમણે ગયા સપ્તાહમાં નવી લોકસભામાં ચંદ્રયાન-3ની ચર્ચા દરમિયાન બહુજન સમાજ પાર્ટીના સાસંદ કુંવર દાનિશ અવી સામે આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. બિધુડીએ દાનિશ અલીને આતંકવાદી, ઉગ્રવાદી અને બહાર આવો ત્યારે જોઇ લઇશ એવા ઉચ્ચારણો કર્યા હતા.

વિવાદ વધવાને કારણે ભારતીય જનતા પાર્ટીએ રમેશ બિધુડીને માત્ર શો કોઝ નોટિસ આપીને સંતોષ માની લીધો હતો. 15 દિવસમાં જવાબ આપવા પાર્ટીએ કહ્યું હતું.

જો કે આ પહેલા ઓમ બિરલાએ આ મામલાને ગંભીરતાથી લીધો હતો અને રમેશ બિધુરીને જાણ કરી હતી અને સંસદની મર્સયાદા જાળવવા ચેતવણી આપવામાં આવી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે જો ભવિષ્યમાં ફરીથી આવું કંઇક થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે

સૂત્રોના કહેવા મુજબ કુંવર દાનિશ અલીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને રમેશ બિધુડીનું સભ્યપદ રદ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે પણ માંગ કરી છે કે બિધુડી સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

BSP સાંસદ કુંવર દાનિશ સંસદમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિધુરી દ્રારા  વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, સંસદમાં તેમની બાજુમાં બેઠક પર ભાજપના વરિષ્ઠ નેતા હર્ષવર્ધન હસતા જોવા મળ્યા હતા. ઉપરાતં પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પણ હસતા નજરે પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp