12 વર્ષના એક જૂના કેસમાં BJP સાંસદને 2 વર્ષની સજા, MP તરીકેનું સભ્યપદ જઇ શકે છે

ભાજપના ઉત્તર પ્રદેશના સાંસદ રામ શંકર કઠેરિયાને 12 વર્ષ એક જૂના કેસમાં કોર્ટે 2 વર્ષની સજાનો હુકમ કર્યો છે. વર્ષ 2011માં સાકેત મોલમાં ટોરન્ટ કંપનીની ઓફિસમાં હંગામો મચાવીને તોડોફોડ કરી હતી. હવે એવી ચર્ચા ચાલી રહી છે કે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા પછી તેમનું સંસદ સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું  હતું તો શું ભાજપના સાંસદનું સભ્યપદ રદ થશે?

ઉત્તર પ્રદેશના ઇટાવામાં ભાજપના સાંસદ રામ શંકર કઠેરિયા એક કેસમાં આગ્રાની કોર્ટમાં દોષી સાબિત થયા છે. MP-MLA કોર્ટે કઠેરિયાને IPCની કલમ 147 અને 323  હેઠળ દોષી જાહેર કર્યા છે.

ભાજપના સાંસદ પર સાકેત મોલમાં ટોરન્ટ કંપનીની ઓફીસમાં હંગામો મચાવીના તોફડોડ કરવાનો આરોપ છે. 16 નવેમ્બર 2011માં આ ઘટના બની હતી. આ કેસમાં કોર્ટે કઠેરિયાને 2 વર્ષની સજા અને સાથે 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એવામાં રામ શંકર કઠેરિયાનું સાંસદ તરીકેનું સભ્યપદ જઇ શકે છે.

ઘટનાની વિગત એવી છે કે આગ્રાના સાકેત મોલમાં ટોરન્ટ પાવરની ઓફિસ આવેલી છે અને કંપનીના મેનેજર ભાવેશ રસિકલાલ શાહ તેમની ઓફિસમાં વિજળી ચોરી સંબધિત કેસોનો ઉકેલ લાવી રહ્યા હતા. એ દરમિયાન ભાજપના ઇટાવાના સાંસદ રામ શંકર કઠેરિયા તેમના સમર્થકો સાથે ટોરન્ટ પાવરની ઓફિસે પહોંચ્યા હતા અને ભાવેશ શાહ સાથે મારપીટ કરી હતી, જેમાં કંપીનાના મેનેજરને ભારે ઇજા પહોંચી હતી.

આ પછી ટોરેન્ટ પાવરના સુરક્ષા નિરીક્ષક સમેધી લાલે હરિપર્વત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ફરિયાદે આધારે સાંસદ રામશંકર કથેરિયા અને તેમના સમર્થકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં હરિપર્વત પોલીસ સ્ટેશને સાંસદ રામશંકર કથેરિયા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં સુનાવણી પૂર્ણ થયા બાદ શનિવારે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.

આગ્રાની MP-MLA કોર્ટે ચુકાદો જાહેર કર્યા પછી ભાજપના સાંસદ રામ શંકર કઠેરિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હું સન્માનીય કોર્ટના આદેશનો સ્વીકાર કરુ છું. મારા અધિકારનો ઉપયોગ કરીને હું આગળ અપીલમાં જઇશ. રામ શંકર કઠેરિયા આગ્રાથી પણ સાંસદ રહી ચૂક્યા છે. વર્તમાનમાં તેઓ રાષ્ટ્રી અનુસૂચિત જાતિ આયોગના પ્રમુખ પણ છે.

હવે જોવાનું એ રહેશે કે MP-MLA કોર્ટના ચુકાદા પછી રામ શંકર કઠેરીયાનું સભ્યપદ રદ થશે કે નહીં?

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.