12 વર્ષના એક જૂના કેસમાં BJP સાંસદને 2 વર્ષની સજા, MP તરીકેનું સભ્યપદ જઇ શકે છે

ભાજપના ઉત્તર પ્રદેશના સાંસદ રામ શંકર કઠેરિયાને 12 વર્ષ એક જૂના કેસમાં કોર્ટે 2 વર્ષની સજાનો હુકમ કર્યો છે. વર્ષ 2011માં સાકેત મોલમાં ટોરન્ટ કંપનીની ઓફિસમાં હંગામો મચાવીને તોડોફોડ કરી હતી. હવે એવી ચર્ચા ચાલી રહી છે કે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા પછી તેમનું સંસદ સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું હતું તો શું ભાજપના સાંસદનું સભ્યપદ રદ થશે?
ઉત્તર પ્રદેશના ઇટાવામાં ભાજપના સાંસદ રામ શંકર કઠેરિયા એક કેસમાં આગ્રાની કોર્ટમાં દોષી સાબિત થયા છે. MP-MLA કોર્ટે કઠેરિયાને IPCની કલમ 147 અને 323 હેઠળ દોષી જાહેર કર્યા છે.
ભાજપના સાંસદ પર સાકેત મોલમાં ટોરન્ટ કંપનીની ઓફીસમાં હંગામો મચાવીના તોફડોડ કરવાનો આરોપ છે. 16 નવેમ્બર 2011માં આ ઘટના બની હતી. આ કેસમાં કોર્ટે કઠેરિયાને 2 વર્ષની સજા અને સાથે 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એવામાં રામ શંકર કઠેરિયાનું સાંસદ તરીકેનું સભ્યપદ જઇ શકે છે.
ઘટનાની વિગત એવી છે કે આગ્રાના સાકેત મોલમાં ટોરન્ટ પાવરની ઓફિસ આવેલી છે અને કંપનીના મેનેજર ભાવેશ રસિકલાલ શાહ તેમની ઓફિસમાં વિજળી ચોરી સંબધિત કેસોનો ઉકેલ લાવી રહ્યા હતા. એ દરમિયાન ભાજપના ઇટાવાના સાંસદ રામ શંકર કઠેરિયા તેમના સમર્થકો સાથે ટોરન્ટ પાવરની ઓફિસે પહોંચ્યા હતા અને ભાવેશ શાહ સાથે મારપીટ કરી હતી, જેમાં કંપીનાના મેનેજરને ભારે ઇજા પહોંચી હતી.
આ પછી ટોરેન્ટ પાવરના સુરક્ષા નિરીક્ષક સમેધી લાલે હરિપર્વત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ફરિયાદે આધારે સાંસદ રામશંકર કથેરિયા અને તેમના સમર્થકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં હરિપર્વત પોલીસ સ્ટેશને સાંસદ રામશંકર કથેરિયા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં સુનાવણી પૂર્ણ થયા બાદ શનિવારે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.
આગ્રાની MP-MLA કોર્ટે ચુકાદો જાહેર કર્યા પછી ભાજપના સાંસદ રામ શંકર કઠેરિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હું સન્માનીય કોર્ટના આદેશનો સ્વીકાર કરુ છું. મારા અધિકારનો ઉપયોગ કરીને હું આગળ અપીલમાં જઇશ. રામ શંકર કઠેરિયા આગ્રાથી પણ સાંસદ રહી ચૂક્યા છે. વર્તમાનમાં તેઓ રાષ્ટ્રી અનુસૂચિત જાતિ આયોગના પ્રમુખ પણ છે.
હવે જોવાનું એ રહેશે કે MP-MLA કોર્ટના ચુકાદા પછી રામ શંકર કઠેરીયાનું સભ્યપદ રદ થશે કે નહીં?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp