પોતાની સરકારથી નારાજ MP વરુણ ગાંધી બોલ્યા-‘ગાંધી’ નામ પ્રત્યે નારાજગી લાખોનું...

PC: indiatimes.com

ભાજપા સાંસદ વરુણ ગાંધીએ ફરી એકવાર પોતાની જ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. આ વખતે મામલો અમેઠીમાં સંજય ગાંધી હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરી દેવાનો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના સંસદીય ક્ષેત્રમાં સંજય ગાંધી હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરવાને લઇ ભાજપા સાંસદ વરુણ ગાંધીએ પોતાની જ સરકાર પર સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે, કોઇપણ રીતની તપાસ વિના હોસ્પિટલનું લાયસન્સ તરત સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું. આ એ બધા લોકો સાથે અન્યાય છે જેઓ માત્ર પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ માટે જ નહીં બલ્કે પોતાની આજીવિકા માટે પણ આ સંસ્થા પર નિર્ભર છે.

વરુણ ગાંધીએ કહ્યું કે, હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરવાને લઇ જવાબદેહી જરૂરી છે. એ પણ અગત્યનું છે કે નિષ્પક્ષતાના સિદ્ધાંતોને જાળવી રાખવામાં આવે અને આ મામલે તપાસ કરવામાં આવે. વરુણ ગાંધીએ ઉત્તર પ્રદેશ સરકારને પત્ર લખી માગ કરી છે કે, સરકાર આ મામલાને લઇ ફરી એકવાર વિચાર કરે. તેમણે યોગી સરકારને આ મામલે પારદર્શી રીતે તપાસ કરવાની માગ પત્રમાં કરી છે. પીલીભીત સાંસદ વરુણ ગાંધીએ આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહી છે અને પોતાની પોસ્ટમાં ઉત્તર પ્રદેશના ડિપ્ટી સીએમ બૃજેશ પાઠકને પણ ટેગ કર્યા છે.

સવાલ માત્ર કર્મચારીઓનો નથી દર્દીઓનો પણ છે

એક અન્ય ટ્વીટમાં વરુણ ગાંધીએ કહ્યું કે, સવાલ માત્ર સંજય ગાંધી હોસ્પિટલના 450 કર્મચારીઓનો અને પરિવારનો નથી બલ્કે એ સામાન્ય નાગરિકોનો પણ છે, જેઓ રોજ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. તેમની પીડાની સાથે ન્યાય માનવતાની દ્રષ્ટિ જ કરી શકે છે. વ્યવસ્થાનો અહંકાર નહીં. નામ પ્રત્યે નારાજગી લાખોનું કામ ન બગાડી દે.

જણાવીએ કે, અમેઠીની સંજય ગાંધી હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરવાને લઇ આંદોલન ચાલી રહ્યું છે. પ્રદર્શન કરી રહેલા લોકો સરકારને લાયસન્સ ફરીથી આપવાની માગ કરી રહ્યા છે. પાછલા દિવસોમાં સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલી એક મહિલાનું મોત થયું હતું.

પરિવારનો આરોપ હતો કે ખોટી સારવારને કારણે મહિલાનું મોત થયું છે. ડીએમથી લઇ ડેપ્યુટી સીએમ સુધી આ મામલે ફરિયાદ થઇ હતી. તપાસ પૂરી થયા પછી હોસ્પિટલને ઉત્તર પ્રદેશ સરકારે બંધ કરાવી દીધી હતી અને લાયસન્સ પણ રદ્દ કરી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp