
સંસદમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના અભિભાષણ પર ચર્ચા ચાલી રહી છે, સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ તેની પર ચર્ચા કરી રહ્યા છે. જો કે મોટાભાગનો સમય હંગામામાં જ જઇ રહ્યો છે. આ દરમિયાન રાજસ્થાનના ચિતૌડગઢના ભાજપના સાંસદ સી.પી. જોશીના એક નિવેદનની ભારે ચર્ચા થઇ રહી છે. તેમણે સંસદમાં બોલતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણી ભગવાન રામની સાથે અને રાષ્ટ્રપતિની સરખામણી શબરી સાથે કરી નાંખી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેની પર કમેન્ટ કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના અભિભાષણ પરની ચર્ચા વખતે ભાજપના સાંસદ સી.પી. જોશીએ કહ્યું કે ત્રેતાયુહમાં માતા શબરી ભગવાન રામના સ્વાગત માટે આતુર હતી. એ જ રીતે જ્યારે રાષ્ટ્રપતિ મેડમ સંસદમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે ભગવાન રામ માતા શબરીના સ્વાગત માટે સંસદના દરવાજે ઉભા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
राष्ट्रपति - शबरी हैं
— Ranvijay Singh (@ranvijaylive) February 8, 2023
मोदी - भगवान राम
- BJP सांसद का बयान pic.twitter.com/Rav7faWQNl
એક યૂઝરે લખ્યું કે, દલિત head of state” પણ બની જાય તો પણ વધારેમાં વધારે તેમને શબરી બનાવી દેવામાં આવે છે. આ કરશે દલિતોના સન્માનની વાતો, હદ છે. તો એક યૂઝરે લખ્યું કે કોઇની ભાવનાને ઠેસ પહોંચી કે નહીં? એક યૂઝરે લખ્યું કે ચોકીદાર બનવા આવ્યા હતા, રાષ્ટ્રપતિને શબરી અને પોતાને તેમના ‘પ્રભુ’ બનાવી દીધા. આનાથી વધુ વડાપ્રધાનની પ્રગતિ અને રાષ્ટ્રપતિની અધોગતિ શું હશે? એક યુઝરે કહ્યું કે આવી વાત કરવા માટે તેમને ભારત રત્ન મળવો જોઈએ.
એક યૂઝરે લખ્યું કે આમા અચરજની કોઇ વાત નથી, રાજાને હંમેશા એવા જ દરબારી અને સંતરી સારા લાગતા હોય છે. જે રાજાની હંમેશા કૂરનીશ બજાવતા હોય, ભલે તેમાં હડહડતું જૂઠાણું કેમ ન હોય. એક યૂઝરે લખ્યું કે આ સાંસદે તો ચાપલૂસીના બધા રેકોર્ડ તોડી નાંખ્યા, અમારા રાજસ્થાનના જોશીને સ્પીડમાં છે તેમને જલ્દી મંત્રી પદ જોઇએ છે.
એ પછી સાંસદ સી. પી. જોશીએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી દેશને આગળ ધપાવવા માટે દુરંદેશીથી કામ કરી રહ્યા છે. આજે આપણું સૌભાગ્ય છે કે PM મોદીને કારણે દેશ G-20ની આગેવાની કરી રહ્યું છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સી.પી .જોશીએ કોંગ્રેસના ગોપાલ સિંહ શેખાવતને 5 લાખ 76 હજાર મતથી હરાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp