BJP રામ મંદિર નથી બનાવી રહી, કોર્ટનો આદેશ હતો: CM ભૂપેશ બઘેલનો અમિત શાહને જવાબ

PC: channelindia.news

ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રામ મંદિરનો મામલો જોર પકડી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ ત્રિપુરામાં રાજકીય પારો વધી રહ્યો છે. મલ્લિકાર્જુન ખડગે બાદ હવે છત્તીસગઢના CM ભૂપેશ બઘેલે આગેવાની લીધી છે. અમિત શાહ અને BJP પર નિશાન સાધતા CM ભૂપેશ બઘેલે કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના આદેશ પર થઈ રહ્યું છે, તેમાં BJPનું કોઈ યોગદાન નથી, અને ન તો BJPની કોઈ ભૂમિકા છે.

છત્તીસગઢમાં રામ વનગમન પથના નિર્માણનો ઉલ્લેખ કરતા CM ભૂપેશ બઘેલે કહ્યું કે, 'કોર્ટે અમને (કોંગ્રેસ સરકાર)ને કોઈ આદેશ આપ્યો નથી. અમે સ્વેચ્છાએ તેનું નિર્માણ કરી રહ્યા છીએ અને શિવનારાયણ પરિસરમાં ભગવાન રામની 35 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરી રહ્યા છીએ. BJP માત્ર દેખાડો કરે છે અને આડંબર કરે છે. BJP પર રાજકીય પ્રહાર કરતા CM ભૂપેશ બઘેલે કહ્યું કે, તેઓ આ માત્ર મત માટે કરે છે, પરંતુ અમે આ શ્રદ્ધા અને વિશ્વાસ માટે કરી રહ્યા છીએ.'

BJP પર પ્રહાર કરતાં CM ભૂપેશ બઘેલે કહ્યું કે, 'મારી પાસે BJPના શાસન દરમિયાન બનેલા ચર્ચોની યાદી છે. જ્યારે ધર્માંતરણ થયું ત્યારે ચર્ચો બાંધવામાં આવ્યા હતા. BJPને ધર્માંતરણ અને કોમવાદના મુદ્દાઓમાં નિપુણતા છે, પરંતુ તેમના કાવતરા સફળ થવાના નથી.'

રાજ્યપાલની બસ્તરની મુલાકાત પર CM ભૂપેશ બઘેલે કહ્યું કે, રાજ્યપાલના નિર્ણયથી સમગ્ર સમાજ સંતુષ્ટ છે, પરંતુ તેઓ અનામત બિલ પેન્ડિંગ રાખીને રાજનીતિ કરી રહ્યા છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહે 5 જાન્યુઆરીએ ત્રિપુરામાં યોજાયેલી જનસભામાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, 'રાહુલ બાબા! રામ મંદિરનું નિર્માણ 1 જાન્યુઆરી, 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. BJPએ લોકોને આપેલું વચન પૂરું કર્યું છે અને રામ મંદિરનું નિર્માણ થયું છે.' અમિત શાહના નિવેદન બાદ રાજકીય હલચલ વધી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પલટવાર કર્યો અને અમિત શાહને ટોણો માર્યો કે, શું અમિત શાહ ગૃહમંત્રી છે કે રામ મંદિરના મહંત? રામ મંદિરને લઈને કોંગ્રેસ અને BJP વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp