પૂર્વ આર્મી ચીફના ભારત જોડો યાત્રામાં શામેલ થવા પર ભાજપે સવાલ ઉઠાવ્યા

PC: thelallantop.com

ભારત જોડો યાત્રામાં ભાગ લેવા પર પૂર્વ સેના પ્રમુખ જનરલ દીપક કપૂરની આલોચના કરવા માટે કોંગ્રેસે સોમવારે ભાજપ પર હુમલો કર્યો હતો. કોંગ્રેસ સાથે જ ભાજપ પર સેનાના બહાદુરોને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. જનરલ કપૂર અને રક્ષા સેવાઓના કેટલાક સેવાનિવૃત્ત શીર્ષ અધિકારી રવિવારે રાહુલ ગાંધીના નેતૃત્વ વાળી ભારત જોડો યાત્રામાં શામેલ થયા હતા. યાત્રા વર્તમાનમાં હરિયાણા થઇને પસાર થઇ રહી છે.

હરિયાણામાં યાત્રામાં રાહુલ ગાંધીની સાથે જનરલ કપૂરની એક તસવીર ટ્વીટ કરતા, ભાજપે IT વિભાગના પ્રમુખ અમિત માલિવાયએ લખ્યું હતું કે, પૂર્વ સેના પ્રમુખ જનરલ દિપક કપૂર રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં શામેલ થયા છે. કપૂરને સોનાના અન્ય વરિષ્ઠ અધિકારો સાથે આદર્શ ગોટાળામાં આરોપિત કરવામાં આવ્યા હતા. ભાજપ નેતાએ રવિવારે કહ્યું કે, તપાસ સમિતિની સલાહ હતી કે, અધિકારીઓને કોઇ સરકારી પદ પર આસીન થવાથી પ્રતિબંધિત કરવામાં આવી શકે છે.

માલવીય પર નિશાનો સાધતા, કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખ સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, જનરલ કપૂર, 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના એક દિગ્ગજ, PVSM, AVSM, VSM અને સેના પદકના પ્રાપ્ત કર્તા અન્ય પુરસ્કારોની સાથે. તેમણે 1667થી 2010 સુધી ચાર દાયકાઓ સુધી આપણા દેશની સેવા કરી છે. આપણ બહાદુર જવાનોને બદનામ કરવા માટે તેમને પોતાના પર શરમ આવવી જોઇએ. તમારા પર અને તમારા ખેદજનક અસ્તિત્વ પર દયા આવે છે.

સુપ્રિયા શ્રીનેતની ટ્વીટને ટેગ કરતા, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે સોમવારે ટ્વીટ કરી કે, શું તમે વાસ્તવમાં આવા બીમાર અને ભ્રષ્ટ મગજથી શું સારી આશા રાખી શકો, માલવીયની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાએ કહ્યું કે, જ્યારે તેમણે જનરલ દીપક કપૂર અને ડો. મનમોહન સિંહ પર 2017માં ગુજરાતમાં તેમને હરાવવા માટે ISI સાથે ષડ્યંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. આ ટિપ્પણીઓ માટે સદનમાં જેટલીએ કોર્ટમાં માફી પણ માગવી પડી હતી.

આ પહેલા કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પૂર્વ સેના પ્રમુખ જનરલ દીપક કપૂર, સેવાનિવૃત્ત લેફ્ટેનન્ટ જનરલ આર. કે. હુડ્ડા, સેવાનિવૃત્ત એર માર્શલ પી. એસ. ભંગૂ, સેવાનિવૃત્ત મેજર જનરલ ધર્મેન્દ્ર સિંહ, સેવાનિવૃત્ત કર્નલ જિતેન્દ્ર ગિલ, સેવાનિવૃત્ત લેફ્ટેનન્ટ ડી.ડી.એસ. સંધૂ, સેવા નિવૃત્ત કર્નલ રોહિત ચૌધરી રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રાં શામેલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp